જામનગરમાં ધોળા દિવસે પિતરાઈ ભાઈની ભાઈ હત્યા કરી હતી. પૂર્વ પતિએ પિતરાઈ ભાઈની છરીના ઘા મારી હત્યા કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણને પોલીસે પકડી પાડ્યો છે.
જામનગરમાં ધોળા દિવસે પિતરાઈ ભાઈની ભાઈ હત્યા કરી હતી. પૂર્વ પતિએ પિતરાઈ ભાઈની છરીના ઘા મારી હત્યા કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણને પોલીસે પકડી પાડ્યો છે. બનાવમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં 49મા રોડ પર 32 વર્ષીય જયેશ ચાવડાની તિક્ષ્ણ હથિયારથી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસે ઝડપભેર કાર્યવાહી શરૂ કરીને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના શંક રટેકરી વિસ્તારમાં વસવાટ કરતા જગદીશભાઈ નાનજીભાઈ ચાવડાના પુત્ર જીતેન્દ્રભાઈ જગદીશભાઈ ચાવડા ઉર્ફે જયલા ટકા તથા તેમના પત્ની સોનલબેન ગઈકાલે બપોરે સાડા અગિયારેક વાગ્યે દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માંથી એક્ટિવા સ્કૂટર પર પસાર થતા હતા ત્યારે અન્ય વાહન પર ધસી આવેલા દિલીપ રમેશ ચૌહાણ નામના શખ્સે જીતેન્દ્રભાઈને આંતરી લીધા હતા. જેમાં મૃતકની પત્ની સોનલે પોતાના પૂર્વ પતિ દિલીપ ચૌહાણ સાથે છૂટાછેડા કર્યા બાદ તેના જ મામાના દીકરા સાથે લગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને દિલીપ ચૌહાણે હુમલો કર્યો હતો.
દિલીપે એની સામે દુશ્મની રાખી દંપતી સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે દિલીપ તેમની સામે આવી ગયો અને રસ્તા પર જ જયેશને રોકીને છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી. આ ઘટનામા ચોંકાવનારી બાબત એ છે કે આરોપી અને મૃતક પિતરાઈ ભાઈઓ છે અને બન્ને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ફરાર આરોપી દિલીપ ચૌહાણને ગણતરીની કલાકોમાં ઝડપી ગુનાને લગતી વધુ તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને આગળની તપાસ તેજ બનાવવામાં આવી છે..


