રાજકોટ જિલ્લાના જેતપુરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. માસૂમની એકલતાનો લાભ લઈને આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પાંચ વર્ષીય માસૂમ બાળકી પડોશમાં રહેતા જીતેન્દ્ર ભોજાણી નામના શખ્સના ઘરે રમવા ગઈ હતી.
આ દરમિયાન નરાધમે બાળકીની એકલતાનો લાભ લીધો હતો. આરોપીએ માસૂમ બાળકીને ‘કપડાં ઉતારવાની રમત’ રમવાનું કહી તેની સાથે હેવાનીયત આચરી હતી. જ્યારે બાળકીએ ઘરે જઈને તેની માતાને આખી ઘટનાની જાણ કરી, ત્યારે આ ભયાનક સત્ય સામે આવ્યું હતું. બાળકીની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઉદ્યોગનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જીતેન્દ્ર ભોજાણીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની કલમો સહિત દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરી છે.


