જૂનાગઢના માણાવદર તાલુકાના જીંજરી ગામે વન વિભાગે બાતમીના આધારે સપાટો બોલાવીને સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.જૂનાગઢના માણાવદર તાલુકાના જીંજરી ગામે વન વિભાગે બાતમીના આધારે સપાટો બોલાવીને સસલાંઓનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.માંગરોળ તાલુકાના જીંજરી ગામે શિકાર કરવાના ઇરાદે ફરતા બે શખ્સોને વન વિભાગ એ ઝડપી લીધા છે..વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ શખ્સો સસલાં જેવા માસૂમ વન્યપ્રાણીઓનો શિકાર કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા.

જોકે, શિકારની જાળ બિછાવીને પ્રાણીઓને ફસાવે તે પૂર્વે જ વન વિભાગના જવાનોએ તેઓને ઘેરી લઈને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી શિકાર કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત જાળ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. વન વિભાગે આ બંને શખ્સો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે..બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેનીવી વિગતો મેળવવા પૂછપરછ કરવામાં આવી રહી છે..


