E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratJunagadh : પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી યુવકનું અપહરણ કર્યા બાદ...

Junagadh : પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી યુવકનું અપહરણ કર્યા બાદ બેભાન કરી અમાનુષી અત્યાચાર ગુજાર્યો, આરોપીની ધરપકડ

એક માથાભારે શખ્સે પોતાના જ પરિચિત યુવાનને પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેભાન કરી તેના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો.

જૂનાગઢ શહેરમાં ઉતરાયણના તહેવાર પૂર્વે માનવતાને શરમાવે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માથાભારે શખ્સે પોતાના જ પરિચિત યુવાનને પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેભાન કરી તેના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ ચકચારી મામલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી સાગર ચૌહાણની ધરપકડ કરી લીધી છે.

ગત ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજના સમયે ફરિયાદી હરેશભાઈ પરમાર પોતાના ઘરે હતા, ત્યારે તેમનો પરિચિત સાગર ચૌહાણ પોતાની બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. સાગરે હરેશભાઈને વિશ્વાસમાં લેતા જણાવ્યું હતું કે, તેના પિતાની અંતિમ વિધિના કેટલાક રિવાજો બાકી હોવાથી તેમની હાજરી અનિવાર્ય છે. મિત્રતાના નાતે હરેશભાઈ તેની વાત પર ભરોસો કરી બાઈક પર બેસી ગયા હતા.

જોકે, રસ્તામાં સાગરે બાઈક અવાવરુ દિશામાં ફેરવતા હરેશભાઈએ વિરોધ કર્યો હતો. આ સમયે આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમને કોઈ કેફી પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધા હતા.બીજા દિવસે સવારે હરેશભાઈ ડુબલી પ્લોટ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાસે અત્યંત દયનીય અને અર્ધ નગ્ન હાલતમાં નનામી સાથે બંધાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આરોપીએ હરેશભાઈ પર ક્રૂરતાની તમામ હદો વટાવી તેમના હાથ અને પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા શરીરના ગુપ્ત ભાગોએ ડામ આપી શારીરિક યાતનાઓ આપી હતી. ભોગ બનનારને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સાગર ચૌહાણ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. .શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કામદાર સોસાયટીમાં રહેતા હર્ષાબેન પરમારના ઘરે જઈ, જૂની પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી હુમલો કરનાર સાગર ચૌહાણ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે..

આરોપી સાગર ચૌહાણ લોખંડની પાઇપ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે ફરિયાદી અને તેમના પરિવાર સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીએ ઘરની બહાર પડેલી ફરિયાદીની મોટરસાયકલમાં પાઇપ વડે તોડફોડ કરી અંદાજે 10,000 થી વધુનું નુકસાન કર્યું હતું.

આ બંને ઘટનામાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી સાગર વિરુદ્ધ અગાઉ પણ મારામારી, દારૂબંધી અને ધાક-ધમકીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સાગર ચૌહાણ એક રીઢો ગુનેગાર હોવાથી તેની વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે તેના વિરુદ્ધ ‘પાસા હેઠળની કડક કાર્યવાહી અને ‘તડીપાર’ની દરખાસ્ત મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments