ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી અને જેલનો અનુભવ કરી ચૂકેલી કીર્તિ પટેલ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે, કીર્તિ પટેલ મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન દરમ્યાન ભગવો ધારણ કરીને ઘુસી ગઈ હતી. અહીં તેમણે સાધુઓ સાથે ‘હર હર મહાદેવ’નો નાદ કર્યો હતો. જો કે તંત્રને જાણ થતાં તેને ત્યાંથી હટાવી દીધી હતી
પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, સાધુ-સંતો સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ અને નીતિ નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હોય તો કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

વિભાગના સૂત્રો અનુસાર, મૃગીકુંડમાં ઘૂસીને વિવાદ કરનાર કીર્તિ પટેલનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા PI સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડી છે. આ કાંડને લઈને જુનાગઢના એસપી એ તપાસના આદેશ આપી દીધા છે.
આ મામલે નિરંજન અખાડાના સાધુઓ લાલઘૂમ જોવા મળ્યા અને કીર્તિ પટેલ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. અખાડાના સાધુઓએ કહ્યું કે સનાતન ધર્મના વિરોધી કાર્ય કોઈ પણ હાલતમાં ચાલવા નહીં દઈશું. અગાઉ પણ કીર્તિ પટેલ આવી પ્રવૃત્તિ કરી ચૂકી છે. મન ફાવે તેમ બોલવું અને અપશબ્દ બોલવી તેની પ્રકૃતિ છે.
સાધુઓએ માંગ કરી છે કે યોગ્ય પગલાં નહીં લેવાય તો તમામ અખાડાને બોલાવી કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે.


