E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratJunagadh : ST બસમાંથી મળ્યો દારૂનો જથ્થો, પોલીસે બસ ચેક કરતા 122...

Junagadh : ST બસમાંથી મળ્યો દારૂનો જથ્થો, પોલીસે બસ ચેક કરતા 122 બોટલ મળી

જુનાગઢમાં ST બસમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી શીલ પોલીસને મળી હતી. જે કારણે પોલીસે એસટી બસમાં ચેકિંગ હાથ ધર્યું હતું.રાજ્યમાં પોલીસ દારૂબંધીના અમલ માટે કડક કાર્યવાહી કરી રહી છે. દારુ ડ્રગ્સનો મુદ્દો હાલ રાજકીય બેડામાં ચર્ચાનો વિષય બન્યો ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો સામે કાયદાકીય કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે જૂનાગઢમાંથી દારૂની 122 બોટલ ઝડપાઈ છે. દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, જુનાગઢમાં ST બસમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી શીલ પોલીસને મળી હતી. જે કારણે પોલીસે એસટી બસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસને એક બેગમાંથી 122 દારૂની બોટલ મળી આવી હતી. આ એસટી બસ ઉનાથી પોરબંદર તરફ જઈ રહી હતી. જે દરમિયાન પોલીસે બસ ચેક કરી હતી. શીલ પોલીસ દ્વારા દારુનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments