યુવકે જાહેરમાં દારૂનું પ્રદર્શન કરીને ગુજરાતની દારૂબંધી પર સવાલિયા નિશાન ઉભા કર્યા છે. ચર્ચા મુજબ આ વીડિયો નડિયાદના જલારામ નગર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક ઉત્તરાયણની મજા માણવાને બદલે નશામાં ચૂર થઈને હાથમાં દારૂની બોટલ સાથે ધાબા પર બેફામ બનીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. પવિત્ર તહેવારના દિવસે જ્યાં આખું શહેર પતંગબાજીમાં મગ્ન હતું, ત્યાં આ યુવકે જાહેરમાં દારૂનું પ્રદર્શન કરીને ગુજરાતની દારૂબંધી પર સવાલિયા નિશાન ઉભા કર્યા છે. ચર્ચા મુજબ આ વીડિયો નડિયાદના જલારામ નગર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકને પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર નથી અને તે બોટલ ઉછાળીને ઠુમકા લગાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નડિયાદ પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે પર્વના દિવસે આવા અસામાજિક તત્વો પર લગામ કેમ ન રાખવામાં આવી? જોકે, સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી, પરંતુ પોલીસ હવે આ મામલે વીડિયોના આધારે તપાસ કરીને યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


