કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયામાં આજે ‘બાળક ઉઠાવતી ગેંગ’ સક્રિય થઈ હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.
કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયામાં આજે ‘બાળક ઉઠાવતી ગેંગ’ સક્રિય થઈ હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે. નલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં એક અજાણી મહિલા શંકાસ્પદ રીતે ફરતી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા, લોકોએ તેને ઘેરી લીધી હતી અને પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસને હવાલે કરી હતી.

આજે નલિયાના રહેણાંક વિસ્તારમાં એક અજાણી મહિલાને શંકાસ્પદ હિલચાલ કરતા જોઈ સ્થાનિક રહીશો સતર્ક થઈ ગયા હતા. લોકોએ એકઠા થઈ આ મહિલાને ઝડપી પાડી હતી. આ ઘટનાને પગલે નલિયા પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને માતા-પિતા પોતાના બાળકોની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે.
ઘટનાની જાણ થતા જ નલિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણી મહિલાની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન ખસેડી છે. પ્રાથમિક તપાસમાં મહિલા કોણ છે, ક્યાંથી આવી છે અને તેનો હેતુ શું હતો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


