E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeLIFE STYLELife Style : ભારતીય સંસ્કૃતિ બની પ્રેરણા, વારાણસીના અસ્સી ઘાટ, ગંગા નદી...

Life Style : ભારતીય સંસ્કૃતિ બની પ્રેરણા, વારાણસીના અસ્સી ઘાટ, ગંગા નદી પર તરતી હોડીમાં મેક્સીકન દંપતીએ કર્યા લગ્ન

ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈ મેક્સિકન દંપતીએ વારાણસીમાં ગંગા નદી પર અસ્સી ઘાટ પર પારંપરિક રીતે લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.ભારતીય સંસ્કૃતિની આજે જયાં દેશમાં જ કેટલાક લોકો અવગણી રહ્યા છે. ત્યારે વિદેશીઓમાં ભારતીય સ્થળો અને સંસ્કૃતિ જબરજસ્ત આકર્ષી રહી છે. વિદેશઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનેરું આકર્ષણ જોવા મળ્યું. તાજેતરમાં જ આ બાબતને સાચા પડતા એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વારાણસીમાં એક મેક્સિકન દંપતીએ વારાણસીના અસ્સી ઘાટ પર ગંગા નદી પર તરતી હોડીમાં વૈદિક વિધિ અનુસાર લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.

મેક્સીકન દંપતી રુઇઝ અને ગોન્ઝાલોએ ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈને પારંપરિક રીતે લગ્ન કરવા બનારસી સાડી અને ધોતી-કુર્તા પહેરીને સાત પ્રતિજ્ઞાઓ લીધી. રુઇઝ કેબ્રોલ અને ગોન્ઝાલો મિગુએલ મૂળ મેક્સિકોના ચિલ શહેરમાં વસવાટ કરે છે.બંને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓથી આકર્ષાયા હતા. તેમણે ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસીમાં તેમના લગ્ન જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યું. નિયત શુભ સમયે, ગંગાની મધ્યમાં એક શણગારેલી હોડી પર એક મંડપ બનાવવામાં આવ્યો, જ્યાં લગ્ન વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિઓ સાથે થયા.

અસ્સી ઘાટ પર હાજર પંડિત દ્વારા સમગ્ર વૈદિક વિધિ કરવામાં આવી. હવન, સપ્તપદી અને કન્યા અને વરરાજાના વ્રતનો સમાવેશ થતો હતો. મંત્રોના જાપ, ધૂપદાની સુગંધ અને ગંગા નદીના શાંત પ્રવાહે વાતાવરણને આધ્યાત્મિક વાતાવરણથી ભરી દીધું. કન્યા અને વરરાજાએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. વરરાજાએ ધોતી-કુર્તો અને કન્યાએ લાલ બનારસી સાડી પહેરી હતી, જે સમારોહની સાંસ્કૃતિક ભવ્યતામાં વધારો કરે છે. આજે જયાં ભારતના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે ત્યાં આ મેકસિકન કપલ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું.

ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈ મેક્સિકન દંપતીએ વારાણસીમાં ગંગા નદી પર અસ્સી ઘાટ પર પારંપરિક રીતે લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.ભારતીય સંસ્કૃતિની આજે જયાં દેશમાં જ કેટલાક લોકો અવગણી રહ્યા છે. ત્યારે વિદેશીઓમાં ભારતીય સ્થળો અને સંસ્કૃતિ જબરજસ્ત આકર્ષી રહી છે. વિદેશઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનેરું આકર્ષણ જોવા મળ્યું. તાજેતરમાં જ આ બાબતને સાચા પડતા એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વારાણસીમાં એક મેક્સિકન દંપતીએ વારાણસીના અસ્સી ઘાટ પર ગંગા નદી પર તરતી હોડીમાં વૈદિક વિધિ અનુસાર લગ્ન કર્યા. દરમિયાન ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈ ખુબ ખુશ થયા.

મેક્સીકન દંપતી રુઇઝ અને ગોન્ઝાલોએ ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત થઈને પારંપરિક રીતે લગ્ન કરવા બનારસી સાડી અને ધોતી-કુર્તા પહેરીને સાત પ્રતિજ્ઞાઓ લીધી. રુઇઝ કેબ્રોલ અને ગોન્ઝાલો મિગુએલ મૂળ મેક્સિકોના ચિલ શહેરમાં વસવાટ કરે છે. બંને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓથી આકર્ષાયા હતા. તેમણે ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસીમાં તેમના લગ્ન જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યું. નિયત શુભ સમયે, ગંગાની મધ્યમાં એક શણગારેલી હોડી પર એક મંડપ બનાવવામાં આવ્યો, જ્યાં લગ્ન વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિઓ સાથે થયા.

અસ્સી ઘાટ પર હાજર પંડિત દ્વારા સમગ્ર વૈદિક વિધિ કરવામાં આવી. હવન, સપ્તપદી અને કન્યા અને વરરાજાના વ્રતનો સમાવેશ થતો હતો. મંત્રોના જાપ, ધૂપદાની સુગંધ અને ગંગા નદીના શાંત પ્રવાહે વાતાવરણને આધ્યાત્મિક વાતાવરણથી ભરી દીધું. કન્યા અને વરરાજાએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. વરરાજાએ ધોતી-કુર્તો અને કન્યાએ લાલ બનારસી સાડી પહેરી હતી, જે સમારોહની સાંસ્કૃતિક ભવ્યતામાં વધારો કરે છે. આજે જયાં ભારતના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે ત્યાં આ મેકસિકન કપલ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments