E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeLIFE STYLELifestyle : ઘરમાં નાના મચ્છરો પરેશાન કરતાં હોય તો અજમાવો આ જાદુઈ...

Lifestyle : ઘરમાં નાના મચ્છરો પરેશાન કરતાં હોય તો અજમાવો આ જાદુઈ ટીપ્સ, ગંભીર બીમારીથી બચશો

મચ્છર કરડવાથી મુખ્યત્વે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ અને યલો તાવ જેવી ગંભીર બીમારીઓ થાય છે. કુદરતી રીતે મચ્છર ભગવાડવાની આ ટીપ્સથી ઘરે બનાવો દવા.

મચ્છર કરડવાથી મુખ્યત્વે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા વાયરસ અને યલો તાવ જેવી ગંભીર બીમારીઓ થાય છે. આ બીમારીથી બચવા ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અને શરીર ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરવા તેમજ ઘરમાં મચ્છરના સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. બજારમાં મચ્છર ભગાડનાર મળતી દવા શ્વાસ તેમજ એલર્જીના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું નિષ્ણાતો કહે છે. તમે કુદરતી ઘટકોમાંથી મચ્છર ભગાડનાર દવા ઘરે જ બનાવી શકો છો. તેમની તમારા સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી.

લીમડાના તેલનો પ્રયોગ કરી મચ્છર ભગાડી શકો. આ ચમત્કારીક તેલ બનાવવા લીમડાના તેલની સાથે નાળિયેરનું તેલ પણ લેવાનું રહેશે. આ તેલ બનાવવા માટે લીમડાના તેલ અને નાળિયેરના તેલને સરખા ભાગે મિક્સ કરો. તેને શરીર પર લગાવવાથી મચ્છર નજીક આવતા નથી.ઘરની અંદરથી મચ્છરોને દૂર રાખવા લવિંગ અને લીંબુ પણ અસરકારક છે. એક લીંબુને વચ્ચેથી કાપી લો. તેના પર ૭-૮ લવિંગ ખોસી દો. આવા લીંબુના ટુકડાને રૂમના ખૂણામાં રાખવાથી તેની ગંધથી મચ્છરો ભાગી જાય છે.


કપૂરની તીવ્ર ગંધ મચ્છરોને બિલકુલ પસંદ નથી હોતી. એક વાટકીમાં પાણી લો અને તેમાં કપૂરની ૨-૩ ગોટીઓ નાખો. આ વાટકીને રૂમના એક ખૂણે મૂકી દો. અથવા રૂમની બારી-બારણાં બંધ કરી 15-20 મિનિટ માટે કપૂર સળગાવો, જેનાથી બધા મચ્છર મરી જશે કે બહાર નીકળી જશે.

આજકાલ, ખાવાની આદતો, તણાવ અથવા ખરાબ જીવનશૈલી પેટ સંબંધિત સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે. ઉનાળાની ગરમીમાં સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક પેટમાં સમસ્યા સર્જે છે. ગરમીમાં તીખું અને મસાલેદાર ખાવાનો શોખ ક્યારેક એટલો ગંભીર બની જાય છે કે વ્યક્તિને એસિડીટી અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધુ પડતું તીખું અને મસાલેદાર ખાવાથી ફક્ત એસિડિટી નહીં અલ્સર જેવા રોગનું પણ કારણ થાય છે. એટલે જ આ સમસ્યાનું શરૂઆતમાં જ નિયંત્રણ લાવું જોઈએ. હેલ્થ એક્સપર્ટના મતે એસિડીટી દૂર કરવા આ ઘરેલુ ઉપાય વધુ અસરકારક છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ પેટમાં બળતરા, ખાધા પછી છાતીમાં વિચિત્ર બળતરા અને એસિડ રિફ્લક્સ મુખ્યત્વે અન્નનળીમાં પેટના એસિડના લીક થવાને કારણે થાય છે. ચરબીયુક્ત અથવા તળેલા ખોરાક, મસાલેદાર ખોરાક, ચોકલેટ, કેફીન, આલ્કોહોલ અથવા ફુદીનો જેવા આહાર પરિબળો, તેમજ ખાધા પછી તરત જ સૂઈ જવું, વધુ પડતું ખાવું અને ધૂમ્રપાન જેવી જીવનશૈલીની આદતો પણ આ સમસ્યાના કારણો માનવામાં આવે છે.

એસિડિટી અને એસિડ રિફ્લક્સ (છાતીમાં બળતરા) એ આજની દોડધામભરી જીવનશૈલીમાં સામાન્ય સમસ્યા છે. દવાઓ વિના પણ રસોડાની કેટલીક વસ્તુઓ દ્વારા તમે આમાં તાત્કાલિક રાહત મેળવી શકો છો. છાતીમાં સખત બળતરા થતી હોય, તો એક ગ્લાસ ઠંડુ દૂધ (ખાંડ વગરનું) પીવાથી એસિડ શાંત થાય છે. દૂધમાં રહેલું કેલ્શિયમ એસિડને ન્યુટ્રલાઈઝ કરવામાં મદદ કરે છે. જમ્યા પછી એક ચમચી વરિયાળી ચાવવાથી પાચન સુધરે છે અને ગેસ-એસિડિટીમાં રાહત મળે છે. તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. એક ગ્લાસ પાણીમાં જીરું ઉકાળીને તેને ઠંડુ કરીને પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

કેટલાક કુદરતી ઉપાયોથી આ સમસ્યાને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરી શકાય છે. ક્રોનિક તબક્કામાં, આ ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ તરફ દોરી શકે છે, જ્યાં પેટમાં એસિડનું વારંવાર રિફ્લક્સ અન્નનળીને નુકસાન પહોંચાડે છે, જે ગંભીર ગૂંચવણો પેદા કરી શકે છે. એક્સપર્ટના મતે મતે, તમારી જીવનશૈલીમાં ફેરફાર કરી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments