E-Paper
Wednesday, March 4, 2026
E-Paper
HomeGujaratMehsana : કડીમાં તસ્કરોનો આતંક, કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર...

Mehsana : કડીમાં તસ્કરોનો આતંક, કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર અને પાદુકાની ચોરી

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં તસ્કરોએ હવે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. કડીના નંદાસણ પાસે આવેલા સુપ્રસિદ્ધ કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને માતાજીના શણગાર પર હાથફેરો કર્યો હતો. ચોરીની આ ઘટનામાં ચાંદીના છત્તર, ચાંદીનો કંદોરો, માતાજીની ચાંદીની પાદુકા સહિતના કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવી છે.

આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો માત્ર દાગીના જ નહીં પરંતુ મંદિરના રસોડામાં રાખેલા 3 તેલના ડબ્બા, 1 ઘીનો ડબ્બો અને 3 કાંસાના ઘંટ જેવો સામાન પણ ચોરી ગયા હતા. પકડાઈ જવાની બીકે તસ્કરો મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું DCVR (રેકોર્ડર) પણ પોતાની સાથે લઈ ગયા હતા, જેથી કોઈ પુરાવા ન રહે. સવારે જ્યારે પૂજારી અને ગ્રામજનો મંદિરે પહોંચ્યા ત્યારે આ ચોરીનો ખુલાસો થયો હતો. હાલ નંદાસણ પોલીસે આ અંગે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments