E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaMp : આખરે ઓપરેશન સફળ! વાયુસેનાના હેલિકોપ્ટરમાં વાઘણને લઇ જવાઇ MPથી રાજસ્થાન,...

Mp : આખરે ઓપરેશન સફળ! વાયુસેનાના હેલિકોપ્ટરમાં વાઘણને લઇ જવાઇ MPથી રાજસ્થાન, જાણો કેમ?

મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વની 3 વર્ષીય વાઘણને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રાજસ્થાન લવાઇ છે દેશમાં પહેલીવાર હેલિકોપ્ટર દ્વારા વાઘનું આંતરરાજ્ય સ્થાનાંતરણ પૂર્ણ થયું.

દેશમાં વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વની 3 વર્ષીય વાઘણને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રાજસ્થાન લવાઇ છે દેશમાં પહેલીવાર હેલિકોપ્ટર દ્વારા વાઘનું આંતરરાજ્ય સ્થાનાંતરણ પૂર્ણ થયું. મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વમાંથી 3 વર્ષીય વાઘણ (PN-224) રાજસ્થાનના રામગઢ વિશ્ધારી ટાઇગર રિઝર્વમાં છોડવામાં આવશે. આ સમગ્ર કવાયતનો હેતુ રાજસ્થાનમાં વાઘના જનીન પૂલને સુધારવાનો છે.

રાજસ્થાનમાં લગભગ તમામ વાઘ એક જ જનીન પૂલના હોવાથી ભવિષ્યની વાઘ પેઢીઓના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે અલગ જનીન પૂલમાંથી એક વાઘણને પેંચ ટાઇગર રિઝર્વથી રાજસ્થાન ખસેડવામાં આવી હતી. પેંચ ટાઇગર રિઝર્વના મેનેજમેન્ટે સૌપ્રથમ વાઘણ PN-224 ને રાજસ્થાનમાં ટ્રાન્સફર માટે ઓળખી કાઢી હતી. આ હેતુ માટે રાજસ્થાનની એક ટીમે સિઓની પણ મુસાફરી કરી.

વાઘણને ટ્રેક કર્યા પછી હાથી દળની સાથે વાઘણને ટેક્યુલાઇઝ કરીને રેડિયો કોલર લગાવવાની કવાયત શરૂ કરી. 5 ડિસેમ્બરના રોજ વાઘણને ટ્રેંક્યુલાઇઝ કરીને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યો અને તેને જંગલમાં છોડી દેવામાં આવી જેથી તેનું મોનિટર કરીને તેને રાજસ્થાન મોકલી શકાય પરંતુ વાઘણે તો બીજા જ દિવસે રેડિયો કોલર કાઢી દીધો.

થોડા દિવસો રાહ જોયા પછી તાજેતરમાં જ ઓપરેશન ફરી શરૂ થયું અને આજે વાયુસેનાના M-17 હેલિકોપ્ટર દ્વારા વાઘણને શોધી કાઢવામાં આવી, શાંત કરવામાં આવી અને રાજસ્થાન લઈ જવામાં આવી. આ મિશનમાંમધ્યપ્રદેશના ચાર અધિકારીઓ, જેમાં મિશન લીડર IFS ગુરલીન કૌર અને પેંચના પશુ ચિકિત્સક અખિલેશ મિશ્રાનો સમાવેશ થાય છે. તેઓ વાઘણને લઇને રાજસ્થાન પહોંચ્યા હતા.

પેંચ ટાઇગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર રજનીશ કુમાર સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન 28 નવેમ્બરના રોજ શરૂ થયું હતું. 5 ડિસેમ્બરના રોજ વાઘણને શાંત કરવામાં આવી અને રેડિયો કોલર લગાવવામાં આવ્યો પરંતુ તેણે બીજા જ દિવસે કોલર કાઢી નાખ્યો. ત્યારબાદ તેને ફરીથી શાંત કરવામાં આવી. રાજસ્થાનની એક ટીમ આવી. અમારા અધિકારીઓ અને પશુ ચિકિત્સકો વાઘણને રાજસ્થાનના રામગઢ વિશ્ધારી વાઘ અભયારણ્યમાં પણ છોડી દેશે. આવું પહેલી વાર છે જ્યારે વાઘણને આંતરરાજ્ય લઈ જવામાં આવી છે. રાજસ્થાનમાં આ સંવર્ધન તણાવને દૂર કરવા માટે અન્ય જનીન પૂલમાંથી વાઘ મોકલવામાં આવી રહ્યા છે જેથી ત્યાંના વાઘ પણ સ્વસ્થ થઈ શકે અને તેમના પરિવારમાં વધારો કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments