નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના કણજી ખાલ ફળિયા નજીક કુલ કિ.રૂ ૭,૦૪,૯૦૦ નો ઇંગ્લીશ દારૂ એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. એલ.સી.બી નર્મદા પોલીસને મળેલ બાતમીને આધારે આધારે ડુમખલથી કણજી ખાલ ફળિયા બાજુ જતી એક બોલેરો ગાડીમાં પ્રોહી. અંગેનો મુદ્દામાલ ભરેલ છે જે બોલેરો ગાડીને ઉભી રાખી ચેક કરતા બોલેરો ગાડીમાંથી કુલ કિ.રૂ.૦૩,૦૨,૪૦૦ ના પ્રોહી. મુદ્દામાલ તથા બે મોબાઈલ તથા એક બોલેરો ગાડી સાથે એલ.સી.બી નર્મદા ટીમે ઝડપી પાડેલ છે. પકડાયેલ મુદામાલમાં (૧) રોયલ બ્લ્યુ મલ્ટ વિસ્કી ૧૮૦ મીલીના ક્વાટરીય નંગ-૭૬૮ (૨) કિંગ ફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલી નંગ-૯૩૬ ઝડપી પાડેલ છે. જયારે (૧) જીતેન્દ્રભાઈ માનસીંગભાઈ વસાવે (ઉ.વ ૨૮, રહે.બગદરી, તા.અક્કલકુવા, જી.નંદુરબાર.) (૨) સંદિપભાઈ સુરતાભાઈ વસાવે (ઉ.વ ૨૯, રહે.સેનવાઈ પાડા, તા.અક્કલકુવા, જી.નંદુરબાર. )ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જયારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કેતન મહેતા, નર્મદા