આજથી જૂન મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે મહિનાની શરૂઆતમાં ઓઈલ કંપનીઓએ મોટી રાહત આપી છે. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવને લઇ સારા સમાચાર સામે આવ્યા છે. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 24 ઘટાડો કર્યો છે. આ નવો ભાવ 1 જૂનથી એટલે કે આજથી અમલમાં આવશે ત્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટાડાને લઇ લોકોને ઘણો ફાયદો થશે. આજથી નવો ભાવ ઘટાડો લાગુ થતા દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1723.50 રૂપિયા થશે જ્યારે અમદાવાદમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક ભાવ હવે રૂપિયા 1741.50 થશે. મહત્વનું છેકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવા છતાં, તેલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપી નથી.