E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeIndiaNATIONAL : લાલુ-રાબડીએ રાખ્યુ પૌત્રનું નામ, કારણ પણ જણાવ્યુ

NATIONAL : લાલુ-રાબડીએ રાખ્યુ પૌત્રનું નામ, કારણ પણ જણાવ્યુ

આરજેડી સુપ્રિમો લાલુ યાદવના નાના દીકરા તેજસ્વી યાદવને ત્યાં પારણુ બંધાયુ છે. પુત્રનો જન્મ થયો છે. તેજસ્વી યાદવ અને રાજશ્રીને દીકરી તો હતી જ. હવે પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. બધાને એ ઉત્સુકતા છે કે પૌત્રનું નામ શું રાખશે. ત્યારે લાલુ યાદવે આ ઉત્સુકતાનો પણ અંત લાવી દીધો છે. તેમણે પૌત્રનું નામ શું રાખ્યુ છે તે વિશે ટ્વિટર પર જાણકારી આપી.

આરજેડી સુપ્રિમો લાલુ યાદવે સોશિયલ મીડિયા પર તેમના પૌત્ર અને પરિવારના સભ્યો સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેમણે શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે રાબડી દેવી અને મેં અમારી પૌત્રી કાત્યાયનીના નાના ભાઈનું નામ ‘ઇરાજ’ રાખ્યું છે. તેજસ્વી અને રાજ શ્રીએ તેનું નામ ઇરાજ લાલુ યાદવ રાખ્યું છે.

કાત્યાયનીનો જન્મ શુભ નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની અષ્ટમીના રોજ થયો હતો અને આ નાના બાળકનો જન્મ મંગળવારે બજરંગ બલી હનુમાનજીના શુભ દિવસે થયો હતો, તેથી તેનું નામ ઇરાજ રાખવામાં આવ્યું છે. સાથે જ તેમણે શુભેચ્છાઓ અને આશીર્વાદ બદલ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળક અને બાળકની માતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમ પણ જણાવ્યું હતું.

મહત્વનું છે કે લાલુ યાદવનો પરિવાર હાલમાં કોલકાતામાં છે. તેજસ્વી યાદવના બાળકનો જન્મ કોલકાતામાં થયો હતો. મંગળવારે સવારે તેજસ્વી યાદવે ઇન્સ્ટાગ્રામ પર ફરીથી પિતા બનવાના સારા સમાચાર પોસ્ટ કર્યા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમને મળ્યા અને અભિનંદન આપ્યા. તેમણે લાલુ પ્રસાદ યાદવને પણ મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પણ ખબર અંતર પૂછ્યા હતા. તેજસ્વી અને રાજશ્રીના પુત્રનું નામ ઇરાજ રાખવામાં આવ્યું. જેને લઇને તેમની પોસ્ટ પર આ નામની સરાહના કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments