E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી

National : ઇડીએ ૧.૫ કરોડ ડોલરનાં ટેક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કોભાંડના સંબધમાં એક વ્યકિતની ધરપકડ કરી છે તેમ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દિલ્હી એનસીઆર ક્ષેત્રમાંથી કાર્યરત આ કોલ સેન્ટરો અને મની લોન્ડરિંગનો આરોપીની ઓળખ ચંદ્ર પ્રકાશ ગુપ્તા તરીકે કરવામાં આવી છે. ઇડીના જણાવ્યા અનુસાર ૧૩ ડિસેમ્બરે ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વિસ પ્રોવાઇડરના નામે ટેક સપોર્ટ કૌભાંડનો મુખ્ય આરોપી ગુપ્તા સીબીઆઇના દરોડા પછી જુલાઇ, ૨૦૨૪થી ફરાર હતો. ત્યારબાદ તેની વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.ઇડીએ આ કોલ સેન્ટરને ઓપરેટ કરનાર ગેંગની ૧૦૦ કરોડ રૃપિયાની વધુની સંપત્તિની ઓળખ કરી છે જે ટેક સપોર્ટની આડમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતાં.

ઇડીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગેરકાયદે કોલ સેન્ટર નોઇડા અને ગુરુગ્રામથી ઓપરેટ થતા હતાં. આ કોલ સેન્ટરના કર્મચારીઓએ ઓફિશિયલ માઇક્રોસોફ્ટ સિક્યોરિટી નોટિફિકેશનની નકલ કરનારા છેતરપિંડીવાળા પોપ અપ એલર્ટ મેસેજ દ્વારા અમેરિકન નાગરિકોને છેતર્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે પીડિતોએ મેસેજમાં આપવામાં આવેલા ફોન નંબરો પર કોલ કર્યા તો આ કોલ ગેરકાયદે કોલ સેન્ટરમાં લાગતા હતાં. જ્યાં ગેંગએ માઇક્રોસોફ્ટની ટેક સપોર્ટ ટીમ બનીને રિમોટ એક્સેસ સોફ્ટવેરની મદદથી તેમના કોમ્પ્યુટરનું સંપૂર્ણ અંકુશ પોતાના હાથમાં લઇ લીધું હતું.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર પીડિતોના ડિવાઇસ સુધી એકસેસ મેળવ્યા પછી ગેંગે બેંક ડિટેલ સહિત ફાઇનાન્સિયલ અને પર્સનલ માહિતી મેળવી લીધી હતી.

પીડિતોના ડર અને કન્ફયુઝનનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ પીડિતોને ં નાણા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. પીડિતોને જણાવવામાં આવ્યું હતું કે આ ચુકવણી કરવાથી તેમનું ફંડ હેકિંગથી સુરક્ષિત રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments