E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeIndiaNational : ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે...

National : ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર!

વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે ઘર બનાવવું એક સપનું બની ગયું છે, પરંતુ NTPC(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ટૅક્નોલૉજી આ સ્થિતિમાં મોટો બદલાવ લાવી શકે છે. NTPC એ કોલસાની રાખ એટલે કે ‘ફ્લાય એશ’માંથી બનાવેલા ખાસ ઇકો-ફ્રેન્ડલી ઘરનું સફળ પ્રદર્શન કર્યું છે. ‘સુખ'(Sukh) નામનું આ આધુનિક આવાસ માત્ર 1.5 લાખના બજેટમાં તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ઘરના નિર્માણમાં પરંપરાગત ઈંટ, રેતી કે સિમેન્ટના સ્થાને 80% જેટલી ફ્લાય એશ વાપરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.

ફ્લાય એશ એ વાસ્તવમાં પાવર પ્લાન્ટમાં કોલસો સળગાવવાથી નીકળતી રાખ છે. અત્યાર સુધી તેને કચરો માનવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ચૂનો અને જીપ્સમ ભેળવીને અત્યંત મજબૂત બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટૅક્નોલૉજીમાં ‘પ્રી-ફેબ્રિકેટેડ’ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ઘરના ભાગોને પઝલની જેમ એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી જે ઘર બનાવતા મહિનાઓ લાગતા હતા, તે હવે માત્ર 15થી 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ કારણે મજૂરી ખર્ચમાં પણ મોટી બચત થાય છે.

મજબૂતીની વાત કરીએ તો, રાખમાંથી બનેલા આ ઘર પર ભૂકંપ કે ખરાબ હવામાનની કોઈ ખાસ અસર થતી નથી. સામાન્ય લાલ ઈંટની સરખામણીએ ફ્લાય એશના બ્લોક્સ હલકા અને અગ્નિરોધક હોય છે, જે આગ સામે વધુ રક્ષણ આપે છે. આ ઉપરાંત, તેમાં ભેજ લાગવાની કે દિવાલ પર પોપડા ઉખડવાની સમસ્યા પણ નહિવત રહે છે. આ ટૅક્નોલૉજી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તે કુદરતી સંસાધનોની બચત કરવાની સાથે સામાન્ય લોકોને સસ્તું અને સુરક્ષિત ઘર પૂરું પાડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments