E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર...

National : એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે

એઆઈ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને લઈને બહુ બધી નોકરીઓ જશે તેવી બૂમરાણ વચ્ચે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે એઆઈની વિપરીત અસરોને બહુ વધુ પડતી બતાવાઈ રહી છે. એઆઈના લીધે કોડિંગ, ટેસ્ટિંગ, બેકઓફિસ પ્રોસેસ અને કસ્ટમર સપોર્ટ જેવા કામો પર જ અસર પડશે. આમ આઇટી પર અસર પડશે, પરંતુ તે કંઈ સાવ ખતમ જ નહીં થઈ જાય.

એઆઈના લીધે કેટલીક નોકરીઓ ઘટી શકે, પરંતુ તેની સાથે નવા સ્કિલ્સની માંગ વધશે. આમ જે લોકો પોતાને અપડેટ કરશે અથવા રિસ્કિલ કરશે તેમના માટે નવી તકો ઊભી થશે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે વિશ્વની ઘણી કંપનીઓએ હજી સુધી એઆઈ મોટાપાયા પર અમલી બનાવ્યું નથી. આ સંજોગોમાં ભારતીય આઇટી કંપનીઓ પાસે તક છે કે તે એઆઈ સોલ્યુશન્સ બનાવી તેના વૈશ્વિક ક્લાયન્ટને સર્વિસ પૂરી પાડે. આમ આફત અને અવસર બંને અહીં એકબીજા સાથે જોડાયેલા છે.

રાજનનું માનવું છે કે એઆઈના કારણે આઇટી સેક્ટર પર પ્રારંભમાં અસર પડશે,પરંતુ લાંબા ગાળે નવી ટેકનોલોજી તે નવી ઇન્ડસ્ટ્રી પણ બની શકે છે. એઆઈ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે તો ભારતે હાઈ એન્ડ સ્કિલ્સ, રિસર્ચ અને ઇનોવેશન પર ધ્યાન આપવું પડશે, નહીં તો આપણે ફક્ત આઉટસોર્સિંગ પર જ આધારિત રહી જઇશું.

રાજને જણાવ્યું હતું કે એઆઈથી ડરવાના બદલે તૈયારી કરવાની જરૂર છે. શિક્ષણ પ્રણાલિને અપડેટ કરવી પડશે. યુવાનોને ડેટા, મશીન લર્નિંગ, સાઇબર સિક્યોરિટી, એઆઈ ટૂલ્સ જેવી સ્કિલ્સ શીખવાડવી પડશે. તેના પછી ભારત આ પરિવર્તનનો સામનો કરી શકશે. આ ઉપરાત એઆઈને લઈને એક સવાલ એ પણ છે કે તેના કારણે આવક અસમાનતા વધશે. તેના અંગે રાજને જણાવ્યું હતું કે ટેકનોલોજી હંમેશા સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકો વચ્ચે તફાવત પાડે છે. તેથી નીતિગત ઘડવૈયાઓએ સાવધ રહેવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments