E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : એઆઈનો ઉપયોગ સમાજના ફાયદા માટે થાય તે જરૂરી : વડાપ્રધાન...

National : એઆઈનો ઉપયોગ સમાજના ફાયદા માટે થાય તે જરૂરી : વડાપ્રધાન મોદી

દુનિયા એઆઈના યુગમાં પ્રવેશી રહી છે ત્યારે ભારતમાં વિશ્વની સૌથી મોટી એઆઈ ઈમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું કે,  એઆઈના ઉપયોગ સામાન્ય જનતા અને બધા માટે કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ સમિટનું આયોજન કરાયું છે. બીજીબાજુ દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહેલી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં અનેક પ્રકારની જાહેરાતો થઈ રહી છે. આવી જ એક જાહેરાતમાં ભારત૧.એઆઈએ કહ્યું છે કે તેઓ બેંગ્લુરુમાં દુનિયાનું પહેલું હ્યુમેનિટી-ફર્સ્ટ એઆઈ સિટી બનાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા જણાવ્યું કે, બુદ્ધિમતા, તર્કસંગતતા અને નિર્ણય લેવાની ક્ષમતા વિજ્ઞાાન ઓને ટેક્નોલોજીને જનતા માટે ઉપયોગ બનાવે છે. ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટનો આશય એ જાણવાનો છે કે એઆઈનો ઉપયોગ બધાના લાભ માટે કેવી રીતે કરી શકાય છે. એઆઈનો ઉપયોગ માણસોના ભલા માટે કરવો જોઈએ. માત્ર ટેક્નોલોજી નહીં બુદ્ધિમતા, સમજદારી અને સાચા નિર્ણયોથી જ એઆઈ જનતા માટે લાભદાયક બની શકે છે.

તેમણે ઉમેર્યું કે, આ સમિટ આઈડિયા, ઈનોવેશન અને ઈન્ટેન્ટનું મિલન સ્થળ છે. ભારતની ટેલેન્ટ દુનિયા અને માનવતાની ભલાઈના એઆઈ બનાવી રહ્યું છે. ભારત એઆઈના જવાબદારીપૂર્ણ અને સમાવેશક ઉપયોગ માટે કટિબદ્ધ છે.

આ સમિટમાં અનેક જાહેરાતો થઈ રહી છે ત્યારે ભારત૧.એઆઈના સીઈઓ ઉમાકાંત સોનીએ જાહેરાત કરી છે કે કંપની બેંગ્લુરુમાં દુનિયાનું પહેલું હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈ સિટી બનાવશે. આ કંપની રોબોટ અને એઆઈ સાથે સંકળાયેલી સિસ્ટમ મોડેલનું નિર્માણ કરશે, જેની સાથે સંકલાયેલા અનેક ટેસ્ટ કરશે, જેથી મોટાપાયે તેનો ઉપયોગ કરતા પહેલા તપાસ થઈ શકે. એઆઈને વાસ્તવિક દુનિયામાં લાવતા પહેલા મોટા પાયે તેની તપાસ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments