E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી, કહ્યુ કે, વીર સાહિબજાદા ભારતનું એક...

National : કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી, કહ્યુ કે, વીર સાહિબજાદા ભારતનું એક ગૌરવ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીર બાળ દિવસના અવસરે બાળકોને સંબોધિત કર્યા હતા. કાર્યક્રામનું આયોજન ભારત મંડપમમાં કરવામાં આવ્યુ છે. આપને જણાવી લઇએ કે સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરે વીર બાળ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. આ બાદ દર વર્ષે આ ખાસ દિવસે અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીર બાળ દિવસના અવસરે નવી દિલ્હીમાં સ્થિત ભારત મંડપમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત મંડપમમાં આયોજન પહેલા વડાપ્રધાન મોદીએ આ વર્ષે વીરતા પુરસ્કારથી સમ્માનિત બાળકો સાથે સંવાદ પણ કર્યા હતા. બાળકો સાથે મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે આજે દેશ વીર બાળ દિવસ ઉજવી રહ્યો છે. હમણા વંદે માતરમની સુંદર પ્રસ્તુતિ થઇ. આજે અમે તે વીર સાહિબજાદાઓને યાદ કરી રહ્યા છીએ જે ભારતનું ગૌરવ છે. તેમણે કહ્યુ કે વીર સાહિબજાદા ભારતના અદમ્ય સાહસ , શૌર્ય, વીરતાની પરાકાષ્ઠા છે. વીર સાહિબજાદોએ ઉંમર અને અવસ્થાની સીમાઓને તોડી દીધી. તે ક્રૂર મુગલ સલત્નતની સામે ચટ્ટાની જેમ ઉભા રહ્યા,આનાથી ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદના અસ્તિત્વને જ હચમચાવી નાખ્યું.

પીએમ મોદીએ કહ્યુ કે જે રાષ્ટ્રની પાસે એવું ગૌરવશાળી ભૂતકાળ હોય, જેની યુવા પેઢીની એવી પ્રેરણાઓ વિરાસતમાં મળી હોય, તે રાષ્ટ્ર શું ન કરી શકે, જ્યારે પણ 26 ડિસેમ્બરનો દિવસ આવે છે, મને સંતોષ છે કે આપણી કેન્દ્ર સરકારે સાહિબજાદાઓની બહાદુરીથી પ્રેરિત થઈને વીર બાળ દિવસની ઉજવણી શરૂ કરી.

તેમણે કહ્યુ કે ચાર વર્ષોમાં વીર બાળ દિવસની નવી પરંપરાઓએ સાહિબજાદાઓની પ્રેરણાઓને નવી પેઢી સુધી પહોંચાડ્યુ છે. વીર બાળ દિવસે સાહસી અને પ્રતિભાવાન બાળકોના નિર્માણ માટે એક મંચ તૈયાર કર્યો છે. તેમણે કહ્યુ કે દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા 20 બાળકોને આ પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેમણે પુરસ્કાર જીતનાર બાળકોને કહ્યુ કે તમારૂં આ સન્માન તમારાં માટે તો છે જ આ તમારાં માતા પિતાનું, તમારા ટીચર અને મેંન્ટર્સનું પણ સમ્માન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments