E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : 'ખેડૂતો-ડેરીના હિતોને સુરક્ષિત રખાયા', કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલનું મોટું...

National : ‘ખેડૂતો-ડેરીના હિતોને સુરક્ષિત રખાયા’, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલનું મોટું નિવેદન

વ્હાઇટ હાઉસે શનિવારે (6 ફેબ્રુઆરી) મોડી રાત્રે જાહેરાત કરી કે અમેરિકા અને ભારતે એકબીજા માટે ફાયદાકારક ટ્રેડ પર એક વચગાળાની સમજૂતી માટે એક ફ્રેમવર્ક પર મહોર લગાવી છે. આ ફ્રેમવર્ક બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષની વાતચીત બાદ એક સત્તાવાર સફળતા છે. હવે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં તેમણે જણાવ્યું કે, ‘ખેડૂતો-ડેરીના હિતોને સુરક્ષિત રખાયા છે.’

પિયૂષ ગોયલે શું આપી માહિતી?

  • ખેડૂતો અને ડેરી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે
  • 30 ટ્રિલિયન ડોલરનું યુએસ બજાર ભારતીય નિકાસકારો માટે ખુલ્લું છે
  • રત્નો, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ભારતમાં બનેલા સ્માર્ટફોન પર 0% ડ્યુટી લાગશે

આ અગાઉ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન શેર કર્યું હતું, જેમાં જણાવાયું છે કે આ નવું ફ્રેમવર્ક કેટલા મોટા માર્કેટ એક્સેસને ખોલી શકે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકાની સાથે એક વચગાળા સમજૂતિ માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જે ભારતીય નિકાસકારો માટે $30 ટ્રિલિયન બજાર ખોલશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments