E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaNational :ઘરકંકાસના કારણે પતિએ પત્નીના માથામાં કોસ મારી હત્યા કરી

National :ઘરકંકાસના કારણે પતિએ પત્નીના માથામાં કોસ મારી હત્યા કરી

આ અંગેની વિગત એવી છે કે આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે રહેતો પુનમ બેચર મકવાણા તેની પત્ની સોનલ ઉર્ફે હિના (ઉ.વ.35) તેમજ બે પુત્રો સાથે તા.25ના રોજ વેકેશન હોવાથી વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીબી નવીનગરીમાં સાસરીમાં રહેવા માટે આવ્યા હતાં. તા.28ના રોજ પુનમે તેના સસરા મગન ચતુરભાઈ તડવીને હું મારા ઘેર જઈ પતરા ઠીક કરીને આવું છું તેમ કહી સવારે નીકળ્યા બાદ તે સાંજે પરત સાસરીમાં આવ્યો હતો.

દરમિયાન ગઈકાલે સાંજે ઘરની પાછળના ભાગે નાવણીયું બનાવવા માટે મહેદીના ઝાડી ઝાંખરા લાવીને ગોઠવતા હતા ત્યારે પતિ અને પત્ની વચ્ચે ઘરના કામ અંગે ઝઘડો થતાં પુનમે નજીકમાં પડેલી લોખંડની કોસ તેની પત્ની સોનલના માથામાં મારતા તે સ્થળ પર ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાઘોડિયા પીઆઈ પી.આર.જાડેજાએ હત્યાનો ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા પુનમ મકવાણાને ઝડપી પાડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments