E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeIndiaNational : જંગના મેદાનમાંથી 169 ભારતીયોનું રેસ્ક્યુ, વાંચો ફરીદાબાદની 23 વર્ષીય પાયલોટની...

National : જંગના મેદાનમાંથી 169 ભારતીયોનું રેસ્ક્યુ, વાંચો ફરીદાબાદની 23 વર્ષીય પાયલોટની સાહસગાથા

હરિયાણાની 23 વર્ષીય પાયલોટ દીપિકા અધના અને તેની ઓલ-વુમન ક્રૂ ટીમે યુદ્ધ જેવી સ્થિતિમાં UAE થી 169 ભારતીય નાગરિકોને સુરક્ષિત દિલ્હી પહોંચાડી સાહસની મિસાલ પેશ કરી હતી.

જ્યારે પરાક્રમ અને કર્તવ્યની વાત આવે છે, ત્યારે ભારતની દીકરીઓ હંમેશા મોખરે રહે છે. આવું જ એક સાહસ હરિયાણાના ફરીદાબાદની 23 વર્ષીય મહિલા પાયલોટ દીપિકા અધનાએ કરી બતાવ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સર્જાયેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે દીપિકાએ પોતાની જાનના જોખમે 169 ભારતીય નાગરિકોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડીને માનવતા અને સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું આપ્યું છે.

જ્યારે દીપિકાને આ અત્યંત સંવેદનશીલ રેસ્ક્યુ મિશનની જાણ થઈ, ત્યારે સ્થિતિ ખૂબ જ નાજુક હતી. દીપિકાએ ભાવુક થઈને તેના પરિવારને મજાકમાં કહ્યું હતું કે, મમ્મી, ચાચુ… છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી ન દેખાવ. પરંતુ ગભરાવાને બદલે તેના પરિવારે દીપિકાને પ્રોત્સાહિત કરી અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા આશીર્વાદ આપ્યા હતા.

આ મિશનની સૌથી ગૌરવશાળી બાબત એ હતી કે, આખી ફ્લાઈટનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કેપ્ટન દીપિકા સહિત તમામ છ ક્રૂ મેમ્બર્સ મહિલાઓ હતી. ફ્લાઈટ ભારતથી ઉડાન ભરીને UAE ના રાસ અલ ખૈમાહ એરપોર્ટ પહોંચી હતી. ત્યાં માત્ર એક જ કલાકની અંદર તમામ 169 મુસાફરોને વિમાનમાં બેસાડીને ભારતના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

ઉડાન દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, દીપિકા અને તેની ટીમે ધીરજ ગુમાવી નહીં અને થોડી જ વારમાં સંપર્ક ફરી સ્થાપિત થતા વિમાન સુરક્ષિત રીતે દિલ્હી ઉતર્યું હતું. વતન પરત ફરેલા મુસાફરોના ચહેરા પર રાહતની લકીરો સ્પષ્ટ દેખાતી હતી અને સૌએ આ મહિલા શક્તિનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments