E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ...

National : જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ એલર્ટ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સિદરા વિસ્તારમાં હાઇ એલર્ટની વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે એક અસોલ્ટ રાયફલમાં ઉપયોગમાં લેવામાં આવનાર એક ટેલિસ્કોપ જપ્ત કર્યુ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જમ્મુ-કાશ્મીર પોલીસે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના હેડકવાર્ટરની પાસેથી ટેલિસ્કોપ જપ્ત કર્યુ છે અને તેને ચીનની એક કંપનીએ બનાવ્યું છે. આ ઘટના પછી જમ્મુમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવી છે. આ શંકાસ્પદ ઉપકરણ જમ્મુ-કાશ્મીરમાં એનઆઇએ હેડકવાર્ટરની પાસે ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારની પાસે નિયમિત ચેકિંગ દરમિયાન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સાવચેતીના પગલે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લેવામાં આવી હતી. આ ઘટના પછી સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ વધારી દીધી છે. આ ટેલિસ્કોપનો ઉપયોગ લાંબા અંતરના લક્ષ્યને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. એનઆઇએ હેડકવાર્ટરની પાસે ટેલિસ્કોપ મળ્યા પછી શંકા વ્યક્ત કરવામાં આવી છે આ કોઇ આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન હોઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments