E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaNATIONAL : જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો

NATIONAL : જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો

પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ધરપકડ કરાયેલ હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રાની એજન્સીઓ અને પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરાઇ રહી છે, જેમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસને જ્યોતિ પાસેથી જપ્ત કરાયેલા લેપટોપ, મોબાઇલ વગેરે ઉપકરણોમાંથી ૧૨ ટેરાબાઇટ (ટીબી) ડેટા મળ્યા છે. જેમાં પાક.ની જાસૂસી એજન્સી આઇએસઆઇ સાથે જોડાયેલા ચાર એજન્ટો સાથેની જ્યોતિની વાતચીતનો પણ સમાવેશ થાય છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકી સ્થળો પર મિસાઇલ હુમલો કર્યો હતો, જે બાદ બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી ગઇ હતી. એવામાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓ સામે હાલ દેશભરમાં તપાસ અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ અભિયાન દરમિયાન ઝડપાયેલ હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. જ્યોતિના મોબાઇલ અને લેપટોપમાંથી ૧૨ ટીબી ડેટા જપ્ત કરાયો છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યોતિને ખ્યાલ હતો કે તે પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ સાથે જોડાયેલા એજન્ટોના સંપર્કમાં છે, કોઇ પણ પ્રકારના ડર વગર તે ભારત સાથે સંકળાયેલી ગુપ્ત માહિતી આ એજન્ટોને મોકલતી હતી.

આ પુરાવા ઉપરાંત પોલીસ જ્યોતિની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને બીએનએસની કલમો ઉપરાંત અન્ય કેટલીક કલમો લગાવવા વિચારી રહી છે. પાકિસ્તાનમાં જ્યોતિ ગઇ ત્યારે તેને વીઆઇપી સુવિધા અપાઇ હતી. આ સુવિધા કેમ અપાઇ? જ્યોતિએ પાકિસ્તાનમાં કોની કોની સાથે મુલાકાત કરી હતી અને શું માહિતી આપી હતી તે તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. જ્યોતિએ આ પાક. એજન્ટો સાથે વાતચીત કરી તેના કોલ રેકોર્ડ, કોલ લોગ્સ, વીડિયો ફૂટેજ, વોટ્સએપ કે અન્ય એપ્લિકેશન દ્વારા થયેલી ચેટિંગ, નાણાકીય ટ્રાન્ઝેક્શન વગેરે વિગતો પોલીસ અને એજન્સી મેળવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments