HomeIndiaNational : ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

National : ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધને લઈને ૨૪ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. હવે આ ફોન કોલને લઈને ન્યૂયોર્ક ટાઇમ્સે એવો દાવો કર્યો છે કે આ વાતચીતમાં ઇલોન મસ્ક પણ હાજર હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ વાત ફગાવી દીધી છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી વાતચીત ઇરાન યુદ્ધ શરૂ થયા પછીની પ્રથમ વાતચીત હતી.

પીએમ મોદી અને ટ્રમ્પે મંગળવારે વાત કરી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સે અમેરિકાના અજાણ્યા અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં ઇલોન મસ્ક પણ જોડાયા હતા. બે રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની વાતચીતમાં કોઈ ખાનગી વ્યક્તિ જોડાય તેવું ભાગ્યે જ બને છે. આવો ભાગ્યે જ બનતો બનાવ બન્યો હતો.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મોદી સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે અને બંને વચ્ચેનો સંવાદ રચનાત્મક રહ્યો હતો એમ વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટે જણાવ્યું હતું કે મસ્કના આ સંવાદમાં સમાવેશને બે અમેરિકન અધિકારીઓએ સમર્થન આપ્યું હતું. આ બતાવે છે કે વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિના અમેરિકન પ્રમુખ સાથે ઘણા સારા સંબંધો છે. ગયા વર્ષે મસ્ક સરકારમાંથી નીકળી ગયા ત્યારે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિખવાદ થયો હતો. અહેવાલે જણાવ્યું હતું કે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે શા માટે મસ્ક આ કોલ પર હતા અને તેમણે વાત કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાતચીતને લઈને જે સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે તે ભ્રામક અને વાસ્તવિકતાથી પરે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયા અંગેના સંવાદનો મુખ્ય હેતુ વર્તમાન સ્થિતિ અંગે વૈચારિક આદાનપ્રદાનનો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ બંને નેતાઓએ આ ક્ષેત્રમાં જારી ઘટનાક્રમ, સુરક્ષા પરિદ્રશ્ય અને શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો પર ચર્ચા કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments