E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : ટ્રેનમાં કોઈના પર વિશ્વાસ કરતાં પહેલા ચેતજો! અમદાવાદથી ગોરખપુર જતી...

National : ટ્રેનમાં કોઈના પર વિશ્વાસ કરતાં પહેલા ચેતજો! અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં TTEએ જ પાપ આચર્યું

અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક યુવતીને સીટ અપાવવાની લાલચ આપીને TTE (ટિકિટ ચેકર) દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના રવિવારે એસી ફર્સ્ટ ક્લાસ કોચના કેબિનમાં ઈન્દારા અને દેવરિયા સ્ટેશન વચ્ચે બની હતી.

પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે બૂમાબૂમ કરી અને ડાયલ 112 પર પોલીસને જાણ કરી, ત્યારે આરોપી TTE દેવરિયા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો. ટ્રેન જ્યારે ગોરખપુર પહોંચી ત્યારે પીડિતાએ જીઆરપી (GRP) પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. જેને બાદમાં દેવરિયા ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમો આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી છે.

મઉ જિલ્લાની રહેવાસી પીડિતા ગોરખપુરમાં ભાડે રૂમ રાખીને સૈન્યમાં ભરતીની તૈયારી કરી રહી છે. રવિવારે તે મઉ સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી. તેની પાસે ટિકિટ ન હોવાથી તે એસી કોચમાં ઉભી હતી. ત્યારે રાહુલ કુમાર નામનો ટીટી તેની પાસે આવ્યો હતો.

આ દરમિયાન ઈન્દારા સ્ટેશન પાસે તેને TTE રાહુલ કુમાર મળ્યો હતો. તેણે યુવતીને સીટ અપાવવાનો ભરોસો આપી એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં લઈ ગયો હતો. પોતાના કેબિનમાં બેસાડ્યા બાદ તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ હિંમત દાખવી બૂમો પાડી અને પોલીસને ફોન કરતા આરોપી ગભરાઈને દેવરિયા સ્ટેશન આવતા જ ભાગી છૂટ્યો હતો.

પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. એસપી રેલવે (SP Railway) લક્ષ્મીનિવાસ મિશ્રાએ જણાવ્યું હતું કે, બિહારના રહેવાસી આરોપી TTEને પકડવા માટે શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે. રેલવેના ઉચ્ચ અધિકારીઓને પણ આ ગંભીર મામલાની જાણ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments