પુરીના જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.અહેવાલો મુજબ મંદિરના નીચે એક પ્રાચીન શહેર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે,જે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ સર્વેક્ષણ દરમિયાન શોધાયું હોવાનો દાવો કરવામાં આવે છે.સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જમીન નીચે કેટલીક ચોંકાવનારી રચનાઓ જોવા મળી છે, જેને આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અહીં એક પ્રાચીન વસાહત રહેલી હોઈ શકે છે.આ સંશોધન બાદ પુરી શહેરના ઇતિહાસને લઈને નવા સવાલો ઉભા થયા છે.
રિપોર્ટ્સ મુજબ સંશોધકોને એક એવી રચના પણ જોવા મળી છે. કે જેમાં મંદિરને સમુદ્ર સાથે જોડતી ગુપ્ત સુરંગ હોવાની સંભાવના છે.જો આ દાવો સાચો સાબિત થાય, તો તે ઇતિહાસ અને પુરાતત્વ માટે મોટી શોધ બની શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી…જેથી અને સવાલો ઉભા થયા છે.

પુરીનું જગન્નાથ મંદિર હિંદુ ધર્મના ચારધામ યાત્રામાંથી એક મહત્વપૂર્ણ સ્થળ ગણવામાં આવે છે.દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે,ખાસ કરીને રથ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભારે ભીડ ઉમટે છે.લોકો તાની કેટલીક મન્નતો પૂરી કરવા આવે છે આ મંદિરે. જગન્નાથ મંદિર તેના અનેક રહસ્યો માટે પણ જાણીતું છે.મંદિર પર ફરકતી ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી હોવાનું કહેવાય છે,જે લોકો માટે આશ્ચર્ય જગાવે છે.તેમજ દરરોજ પૂજારી 200 ફૂટથી વધુની ઊંચાઈ પર ચઢીને ધ્વજ બદલે છે. જે એક અનોખી પરંપરા માનવામાં આવે છે.


