HomeIndiaNational : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો...

National : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીની સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે. ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજી પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી. પેટ્રોલ પંપો પાસે પણ ઘણો જથ્થો પડ્યો છે. મંત્રાલયે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને ખોટી માહિતી ફેલાવવા માટે ચાલી રહેલા કેમ્પેઈનથી ગેરમાર્ગે ન દોરવાની વિનંતી કરી છે.

દેશમાં ઘરેલુ પેટ્રોલ અને ડીઝલ સંપૂર્ણપણે ઉપલબ્ધ : મંત્રાલય

મંત્રાલયે સત્તાવાર કહ્યું છે કે, આપણો દેશ વિશ્વનો ચોથો સૌથી મોટો ક્રૂડ ઓઈલ રિફાઈનર અને પેટ્રોલિયમ ઉત્પાદનમાં પાંચમો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આપણો દેશ 150થી વધુ દેશોને રિફાઈનર કરેલો ઈંધણનો પુરવઠો પહોંચાડે છે. વિશ્વમાં સૌથી વધુ ભારત જ ક્રૂડ ઓઈલને રિફાઈનર કરી તેની નિકાસ કરે છે, તેથી દેશમાં ઘરેલુ પેટ્રોલ અને ડીઝલ સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. દેશના તમામ પેટ્રોલ પંપ ખુલ્લા છે અને તેઓ કોઈપણ સમસ્યા વગર ઈંધણનું વિતરણ કરી રહ્યા છે.

ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ભારતીય તેલ કંપનીઓ દ્વારા આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઈલના પુરવઠાનો કરાર અગાઉથી જ કરી લેવામાં આવ્યો છે. ભારત પાસે હાલમાં કુલ 74 દિવસની અનામત ક્ષમતા છે, જ્યારે વાસ્તવિક સ્ટોક કવર અત્યારે લગભગ 60 દિવસનું છે. આ સ્ટોકમાં કાચું તેલ, રિફાઈન્ડ ઉત્પાદનો અને ભૂગર્ભ ગુફાઓમાં રાખવામાં આવેલ વ્યૂહાત્મક તેલ ભંડારનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે મધ્ય-પૂર્વ સંકટનો 27મો દિવસ છે, તેમ છતાં આગામી 2 મહિના માટે કાચા તેલની ખરીદી સુરક્ષિત કરી લેવામાં આવી છે.

દેશમાં LPGની પણ અછત નથી : સરકાર

સરકારે LPG ગેસ અંગે પણ સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં એલપીજીની કોઈપણ અછત નથી. મંત્રાલયે એલપીજી પર નિયંત્રણ લાવવાના આદેશ આપ્યા બાદ ઘરેલુ રિફાઈનરી ઉત્પાદન 40 ટકા વધારી દેવાયું છે. આનાથી દૈનિક એલપીજી ઉત્પાદન 80 ટીએમટીની કુલ જરૂરિયાતના મુકાબલો 50 ટીએમટી એટલે કે આપણી જરૂરીયાતનો 60 ટકાથી વધુ થઈ ગયો છે. ઓઈલ કંપનીઓ દૈનિક 50 લાખથી વધુ સિલિન્ડરની ડિલીવરી કરી રહી છે. ગ્રાહકોએ ગભરાઈને બુકિંગ કરાવતા સિલિન્ડરની માંગ 89 લાખ સિલિન્ડર સુધી પહોંચી ગઈ હતી અને હવે તે ઘટીને 50 લાખ સિલિન્ડર પર આવી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments