E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : બિઝનેસ ક્લાસ ટિકિટ છતાં ઇકોનોમી સીટ? ફ્લાઇટમાં વિવાદ

National : બિઝનેસ ક્લાસ ટિકિટ છતાં ઇકોનોમી સીટ? ફ્લાઇટમાં વિવાદ

બેંગલુરુથી લખનૌ જતી ફ્લાઇટમાં સીટ અને ભોજનને લઈને થયેલો વિવાદ એટલો વધ્યો કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. મુસાફર અને એરલાઇન બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવતા હવે સમગ્ર ઘટના તપાસના દાયરામાં આવી ગઈ છે .શનિવારે બેંગલુરુથી લખનૌ જતી એક ફ્લાઇટમાં મુસાફર અને એરલાઇનના ક્રૂ વચ્ચે બેઠક (સીટ) અને ભોજનને લઈને ગંભીર વિવાદ થયો. મામલો એટલો બગડ્યો કે ફ્લાઇટ લખનૌ એરપોર્ટ પર ઉતર્યા બાદ CISFને વચ્ચે આવ્યું પડ્યું અને મુસાફરને પોલીસને સોંપવામાં આવ્યો.

આ ઘટનામાં બેંગલુરુના રહેવાસી અંકિત સહાય પોતાની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. અંકિત સહાયનો આરોપ છે કે તેમની પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં તેમને ઇકોનોમી ક્લાસમાં બેસવા માટે મજબૂર કરવામાં આવ્યા. એટલું જ નહીં, તેમણે પહેલાથી માંસાહારી ભોજન બુક કરાવ્યું હોવા છતાં ફ્લાઇટમાં તેમને શાકાહારી ભોજન આપવામાં આવ્યું.

મુસાફરના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે આ બાબતે વિરોધ કર્યો અને ફરિયાદ ફોર્મ માગ્યું, ત્યારે ક્રૂ મેમ્બર્સે અસંસ્કારી વર્તન કર્યું. અંકિત સહાયનો દાવો છે કે સમગ્ર ફ્લાઇટ દરમિયાન તેમને પાણી પણ આપવામાં આવ્યું નહોતું. વધુમાં, લખનૌ એરપોર્ટ પર ઉતર્યા પછી તેમને, તેમની પત્ની અને નાનકડા બાળકને તરત ઉતરવા દેવામાં આવ્યા ન હતા અને કલાકો સુધી રોકી રાખવામાં આવ્યા હતા. મુસાફરે એરલાઇન પર ગેરવર્તણૂક, માનસિક ત્રાસ અને ગેરકાયદે અટકાયતના આરોપો લગાવ્યા છે.

બીજી તરફ, એરલાઇન મેનેજમેન્ટે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એરલાઇન્સના જણાવ્યા મુજબ, મુસાફરે ક્રૂ મેમ્બર્સ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું અને પોતાનો બોર્ડિંગ પાસ ફેંકી દીધો હતો. આ કારણે ફ્લાઇટમાં અવ્યવસ્થા સર્જાઈ હતી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CISFને જાણ કરવામાં આવી હતી. એરલાઇનનો દાવો છે કે આ પગલું માત્ર સુરક્ષા નિયમો અનુસાર લેવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલે સરોજિની નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે બંને પક્ષોની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ બાદ દંપતીને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો, મુસાફરોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે પોલીસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર એરલાઇન સેવાઓ, મુસાફરોના અધિકારો અને ફ્લાઇટ દરમિયાનના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત સામે આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments