E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે...

National : મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026ની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI-IW) ના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો થવો નિશ્ચિત જણાઈ રહ્યો છે.શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્બર 2025 ના AICPI-IW ના આંકડા 148.2 પર પહોંચી ગયા હતા. છેલ્લા 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સના આધારે ગણતરી કરતા મોંઘવારી ભથ્થું 59.93% ની આસપાસ પહોંચ્યું હતું. ડિસેમ્બરના આંકડાઓ પણ સામાન્ય રહેતા હવે તે 60% ની સપાટી વટાવી ચૂક્યું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં DA જાહેર કરતી હોવાથી, કર્મચારીઓને જાન્યુઆરી 2026 થી 60% ના દરે મોંઘવારી ભથ્થું મળવું લગભગ નક્કી છે.

સામાન્ય રીતે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7માં પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારો અટકશે નહીં. સરકાર નવી ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી અગાઉની વ્યવસ્થા મુજબ જ દર છ મહિને (જાન્યુઆરી અને જુલાઈ) આ વધારો કરવાનું ચાલુ રાખશે.

સરકારે છેલ્લે જુલાઈ 2025 માં DA 54% થી વધારીને 58% કર્યો હતો. હવે જાન્યુઆરી 2026 થી અમલી બનનારા 60% DA ની જાહેરાત હોળીની આસપાસ થવાની શક્યતા છે. જ્યારે પણ આ જાહેરાત થશે, ત્યારે કર્મચારીઓને જાન્યુઆરીથી અત્યાર સુધીનો તફાવત (Arrears) પણ એકસાથે ચૂકવવામાં આવશે, જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહત લાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments