E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : મ્યુઝિક એપ સ્પોટિફાઈની 300 ટીબીની મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરાઈ

National : મ્યુઝિક એપ સ્પોટિફાઈની 300 ટીબીની મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરાઈ

સુપ્રસિદ્ધ મ્યુઝિક એપ સ્પોટીફાઈ બહુ મોટી ચોરીનો શિકાર થઈ છે. આ ચોરી પાછી જેવી તેવી નથી, ૩૦૦ ટીબી મ્યુઝિક ફાઇલ્સની ચોરી છે. અન્ના આર્કાઈવ નામના ગુ્રપે આટલા જંગી પ્રમાણમાં ગીતોની ચોરી કરીને તેને ટોરેન્ટ પર નાખી દીધી છે, જે ફ્રી મોબાઇલ એપ છે. ૩૦૦ ટીબીમાં કુલ ૮.૬ કરોડ મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

કંપનીનું કહેવું છે કે તે આ બાબતની તપાસ કરી રહી છે. જ્યારે આ સુરક્ષા ભંગ કરનારા ગુ્રપનું કહેવું છે કે આવું તેઓએ ગીતોને સંગીત શોખીનો સુધી પહોંચાડવા કર્યુ છે. હવે તેને ગેરકાયદેસર રીતે ટોરેન્ટ દ્વારા ફેલાવવામાં આવી રહ્યા છે. આ કેસ ફક્ત મ્યુઝિક ચોરી પૂરતો જ સીમિત નથી. તેણે મ્યુઝિકની જાળવણી, કલાકારોની કમાણી અને ડિજિટલ પ્લેટફોર્મ પર સલામતી જેવા અનેક સવાલ ઊભા કર્યા છે. આ મામલે આ મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરનારા અન્ના આર્કાઇવ્સનું કહેવું છે કે તેઓ ફક્ત સંગીતને સહજ રીતે વહેવા દેવા માંગે છે. તેના આધારે કંઈ નફો કમાવવા માંગતા નથી. અહેવાલ મુજબ અન્ના આર્કાઇવે સ્પોટિફાઈમાંથી લગભગ ૩૦૦ ટીબી મ્યુઝિક ફાઇલ્સ ડાઉનલોડ કરી લીધી છે.

આ ડાઉનલોડ કરવામાં આવેલી મ્યુઝિક ફાઇલ્સ સ્પોટીફાય એપ પરની કુલ ફાઇલ્સનો ૩૭ ટકા હિસ્સો હોવાનું કહેવાય છે, પરંતુ એવો દાવો છે કે ૯૯ ટકા લોકો આ જ મ્યુઝિક ફાઇલ્સને સ્ટ્રીમ કરે છે.

તેમા ગાવાનો મોટો હિસ્સો સ્પોટિફાય ઓરિજિનલ ઓજીજી વોર્બિસ ૧૬૦ કેબીપીએસ ફોર્મેટમાં છે. આ ઉપરાંત જે ગીતો ખાસ લોકપ્રિય નથી, તેનું સ્ટોરેજ બચાવવા માટે ૭૫ કેબીપીએસ પર રિએન્કોડ કરવામાં આવ્યા છે.

અન્ના આર્કાઇવને એક ઓપન સોર્સ સર્ચ એન્જિન તરીકે જોવું જોઈએ. તે ઇન્ટરનેટ પરની જુદી-જુદી લાઇબ્રેરીમાંથી પુસ્તકો, રિસર્ચ પેપર અને આર્ટિકલ્સની જાણકારી અને લિંક એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાવે છે. આંચકાજનક વાત એ છે કે તે પોતે કન્ટેન્ટ હોસ્ટ કરતું નથી, પરંતુ જણાવે છે કે કન્ટેન્ટ ક્યાં-ક્યાં હાજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments