E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeIndiaNational : યુપીના ડે.CM કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, આવી ટેકનિકલ...

National : યુપીના ડે.CM કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, આવી ટેકનિકલ ખામી

યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા.

યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા. તેઓ લખનૌથી કોસાંબી જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. પરિણામે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું,. તેઓના હેલિકોપ્ટરમાં ધુમાડો ભરાઇ ગયો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીનેપાયલોટે તાત્કાલિક લખનૌ એટીસીનો સંપર્ક કર્યો અને અમૌસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ, સુરક્ષા અને તકનીકી ટીમોએ તરત જ તેને ઘેરી લીધું અને નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાય છે, જેની તકનીકી નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે, 7 માર્ચે કૌશામ્બીની મુલાકાત લેશે. જોકે, હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેઓ સડક માર્ગે પહોંચશે. તેઓ આજે કૌશામ્બીમાં સયારા સ્થિત બાબુ સિંહ ડિગ્રી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા બે દિવસીય સરસ મહોત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ ઉત્સવનો હેતુ ગ્રામીણ આજીવિકા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments