HomeIndiaNational : લક્ઝરી હોટલમાં રસોઈ બનાવતો શેફ રાત્રે કાળા કામ કરતો, પોલીસ...

National : લક્ઝરી હોટલમાં રસોઈ બનાવતો શેફ રાત્રે કાળા કામ કરતો, પોલીસ પણ તેના કારનામાથી દંગ થઈ

કહેવાય છે કે ચોરની ચાર આંખો હોય છે. પરંતુ કાયદાના હાથ પણ લાંબા છે. ચોર કે ગુનેગાર કોઈપણ પદ્ધતિ અપનાવે ગમે ત્યારે પકડાઈ જાય છે. દિલ્હીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચોરી કરવાની અનોખી રીત અને ચોરની હકીકતન જાણી પોલીસ પણ દંગ રહી ગઈ. દક્ષિણ પશ્ચિમ દિલ્હીની આર.કે. પુરમ પોલીસે એક એવા અનોખા ચોરની ધરપકડ કરી છે. જે બેવડુ જીવન જીવતો હતો. પકડાયેલ આ ચોર રાત્રે ચોરી કરતો અને સવારે લકઝરી હોટલમાં માસ્ટર શેફ તરીકે કામ કરતો હતો.

પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે નિકેશ (22), જે દ્વારકાની એક પ્રતિષ્ઠિત 5-સ્ટાર હોટલમાં સાઉથ ઈન્ડિયન શેફ તરીકે કાર્યરત હતો, તે લક્ઝરી લાઈફ સ્ટાઈલ અને મોજશોખ પૂરા કરવા માટે રાત્રિના અંધારામાં શાતિર ચોર બની જતો હતો. નિલેશની ચોરી કરવાની રીત ખૂબ જ હાઈટેક હતી. તે ખાસ કરીને એવા ઘરોને નિશાન બનાવતો હતો જ્યાં ‘ચાઈનીઝ લોક’ (ડિજિટલ કે અત્યાધુનિક તાળા) લાગેલા હોય. તેની પાસે એક માસ્ટર ચાવી હતી, જેનાથી તે મિનિટોમાં તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચોરી કર્યા પછી તે ઘરને ફરીથી તાળું મારી દેતો હતો, જેથી ઘરમાલિકને અંદર પ્રવેશતી વખતે કોઈ શંકા જ ન જાય.

આ ઘટનાની શરૂઆત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ થઈ હતી. આર.કે. પુરમ સેક્ટર-1માં રહેતા ટી. સેન પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યારે તેઓ 18 ફેબ્રુઆરીએ પરત ફર્યા, ત્યારે ઘરનું મુખ્ય તાળું અકબંધ હતું. પરંતુ અંદર જઈને તપાસ કરતા તેમના હોશ ઉડી ગયા હતા. ઘરમાં રાખેલા ₹3.5 લાખ રોકડા અને મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ગાયબ હતા.

પોલીસે જ્યારે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે એક શંકાસ્પદ યુવક અડધા કલાકમાં ગેટ ખોલીને સ્કૂટર પર સામાન સાથે ભાગતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી અને આખરે 5-સ્ટાર શેફ નિલેશની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સરળતાથી પૈસા કમાવવાની લાલચે તેને રસોઈયામાંથી ચોર બનાવી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments