E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : “સંત પાસે કોઈ મિલકત નથી” સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના...

National : “સંત પાસે કોઈ મિલકત નથી” સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના CM યોગીના કડક પ્રહારો

પ્રયાગરાજના માઘ મેળામાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ હવે રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કડક નિવેદન આપ્યું છે.પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને મેળા વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા તેમને બીજી નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો નિયમોનું પાલન નહીં થાય તો તેમને મેળામાં હાજરી આપવાથી રોકી શકાય છે.

આ વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોઈનું નામ લીધા વિના તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે યોગી, સંત કે સંન્યાસી માટે કોઈ વ્યક્તિગત મિલકત હોતી નથી. ધર્મ જ તેમની સાચી મિલકત છે અને રાષ્ટ્ર તેમનું આત્મસન્માન છે. તેમણે આ પણ ચેતવણી આપી કે ધર્મના નામે સનાતન પરંપરાને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આવા “કાલ-નેમી” લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.

બીજી તરફ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ન્યાયિક અધિકારી દ્વારા મોકલાયેલી બીજી નોટિસનો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે પાલકી સવારી સનાતન પરંપરાનો અભિન્ન ભાગ છે, જે લગભગ 2,500 વર્ષ જૂની છે અને આદિ શંકરાચાર્યના સમય પહેલાંથી ચાલી આવી છે. તેમના મતે, આ પરંપરાને રોકવી એ શંકરાચાર્યની ગરિમા અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

સ્વામીજીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, પોલીસ દ્વારા તેમને ખેંચવામાં આવ્યા અને ગુનેગારો જેવી રીતે જાહેરમાં પરેડ કરાવવામાં આવી. તેમણે એવો પણ આરોપ કર્યો કે પાલકી જાણબૂઝીને જોખમી સ્થળે લઈ જવામાં આવી અને તેને નદીમાં ફેંકવાનો પ્રયાસ થયો, જે હત્યાના પ્રયાસ સમાન છે. તેમના શબ્દોમાં, “આ ધાર્મિક લાગણીઓ પર સીધો હુમલો છે.” મેળાના કેમ્પને હટાવવાના મુદ્દે તેમણે કડક ભાષામાં કહ્યું કે સરકાર પાસે ફક્ત બુલડોઝર છે અને જો ઇચ્છે તો તે તેમના કેમ્પ પર ચલાવી શકે. તેઓ ફૂટપાથ પર બેસીને પણ પોતાના ધર્મ અને પરંપરાની રક્ષા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments