HomeIndiaNational : 'હું સંસદમાં બૂમબરાડા પાડવા કે માઈક તોડવા નથી જતો', AAPના...

National : ‘હું સંસદમાં બૂમબરાડા પાડવા કે માઈક તોડવા નથી જતો’, AAPના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો વળતો જવાબ

આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોનો વળતો પ્રહાર કરતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોના થંબનેલ પર તેમણે લખ્યું છે “ઘાયલ છું એટલે ઘાતક છું”, જે સ્પષ્ટપણે આરપારની લડાઈના સંકેત આપે છે.

સ્ક્રિપ્ટેડ કેમ્પેઈનનો ગંભીર આરોપ

રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં સીધો હુમલો કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી તેમની વિરુદ્ધ એક સુનિયોજિત અને સ્ક્રિપ્ટેડ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક જ પ્રકારની ભાષા અને એક જ સરખા આરોપો સાથે મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ એક પૂર્વઆયોજિત કાવતરું છે.

વૉકઆઉટ વિવાદ પર સ્પષ્ટતા

પાર્ટી દ્વારા તેમના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે આખું વિપક્ષ સંસદમાંથી વૉકઆઉટ કરી રહ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢા સદનમાં જ બેસી રહ્યા હતા અને વિપક્ષનો સાથ આપ્યો ન હતો.

રાઘવનો વળતો પ્રહાર

મારા પર એવો આરોપ છે કે હું વિપક્ષના વૉકઆઉટ દરમિયાન ત્યાં બેસી રહ્યો હતો, જે તદ્દન જૂઠું છે. હું AAP ને પડકાર ફેંકું છું કે તેઓ એક પણ એવો કિસ્સો જણાવે જ્યારે વિપક્ષે વૉકઆઉટ કર્યો હોય અને મેં સાથ ન આપ્યો હોય.

CCTV ફૂટેજ ચેક કરવાની આપી ચેલેન્જ

રાઘવ ચઢ્ઢાએ ટેકનિકલ પુરાવાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંસદમાં દરેક જગ્યાએ CCTV કેમેરા લાગેલા હોય છે. તેમણે પાર્ટી નેતૃત્વને પડકાર આપ્યો કે તેઓ સંસદના ફૂટેજ કઢાવીને જોઈ લે કે ક્યારે રાઘવે વિપક્ષનો સાથ છોડ્યો છે.

ષડયંત્રનો શિકાર?

ભાવુક થઈને કહ્યું કે, આ ત્રણ પાયાવિહોણા આરોપોને કારણે જ તેમને સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢાની સક્રિયતા અને પાર્ટી સાથેના તેમના સંબંધોને લઈને ઘણી અટકળો તેજ બની હતી, જે આ વીડિયો બાદ હવે ખુલીને સામે આવી ગઈ છે. આ ઘટનાક્રમથી દિલ્હી અને પંજાબના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments