E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaNational : 10 વર્ષના અંશ શાહએ ચાર વર્ષની બચત કરેલી રકમ ભારતીય...

National : 10 વર્ષના અંશ શાહએ ચાર વર્ષની બચત કરેલી રકમ ભારતીય સેના ફંડમાં દાન કરી

આજના યુગમાં જ્યારે વેકેશનમાં બાળકો મોબાઇલમાં વ્યસ્ત હોય છે ત્યારે માતા, પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા હોય છે! આવા સમયમાં બાળકોને પ્રેરણારૂપ બની રહે તે માટે દસ વર્ષના અંશ શાહ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે સમાજમાં નવી રાહ બનાવી રહ્યું છે.

10 વર્ષના અંશ શાહએ પોતાની 4 વર્ષની બચત, પોતાના ગલ્લામાંથી ભારતીય સેના ફંડમાં દાન કરી હૃદયપૂર્વક દેશભક્તિથી ભરેલો ભાવ જન્માવ્યો છે. એટલું જ નહીં, તેણે આંબા, બોર અને આમલીના બીજ પણ એકઠા કર્યા જેથી હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષારોપણને ટેકો આપી શકાય. બચતની રકમ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાને રૂબરૂ મળીને દાન અને બીજ સુપરત કર્યા. બદલામાં, તેને પ્રશંસાના પ્રતીકરૂપે કલેક્ટર દ્વારા પ્રસાદીનું બોક્સ અને એક પ્રચલિત પુસ્તક, જે બાળકોને પોતાના લક્ષ્યાંક હાસિલ કરવા મદદરૂપ થાય તે અર્પણ કર્યું. પ્રેરણાદાયક પ્રસંગથી આવનારી પેઢી જો કંઈક શિખે તો આપણો દેશ વિવિધ ક્ષેત્રમાં અવલ રહી અને સતયુગની અનુભૂતિ અચૂક કરાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments