E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaNational : 14 વર્ષના ખેલાડીએ ભારતનું દિલ જીત્યું! વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિના હસ્તે...

National : 14 વર્ષના ખેલાડીએ ભારતનું દિલ જીત્યું! વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિના હસ્તે ખાસ સન્માન

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી દરેક પસાર થતા દિવસ સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. માત્ર 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને હવે ભારત સરકાર દ્વારા દેશના સૌથી મોટા બાળ પુરસ્કાર, ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યો છે. શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બિહારના આ હોનહાર બેટરને પોતાના હસ્તે આ એવોર્ડ એનાયત કર્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં જ વિજય હઝારે ટ્રોફીની પ્રથમ મેચમાં શાનદાર 190 રન ફટકાર્યા હતા. જોકે, શુક્રવારે બિહારની ટીમ તેની બીજી મેચ રમી રહી હતી, ત્યારે વૈભવ રાષ્ટ્રપતિના હાથે સન્માન મેળવવા દિલ્હીમાં હતો. રમતગમતના ક્ષેત્રમાં તેના નોંધપાત્ર યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે તેની પસંદગી કરવામાં આવી હતી.

વિજ્ઞાન ભવનમાં જ્યારે વૈભવનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે આખું તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વૈભવ સફેદ કુર્તા-પાયજામા અને નારંગી રંગના બ્લેઝરમાં જોવા મળ્યો હતો.

પરિવાર માટે ગર્વની ક્ષણ વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર આ ગર્વની ક્ષણ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, “અમારા માટે આ ગર્વની ક્ષણ છે. દેશના રાષ્ટ્રપતિના હસ્તે વૈભવને બાળ પુરસ્કાર મળ્યો છે અને તેમણે વૈભવના વખાણ પણ કર્યા.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments