ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઇને ફરી એક વખત ગભરાટ ફેલાયો છે. તો ફરી એક વખત એક સાથે 3 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઇને ફરી એક વખત ગભરાટ ફેલાયો છે. તો ફરી એક વખત એક સાથે 3 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ એરપોર્ટ પર હડકંપ મચી ગયો અને ફરીથી પ્રોટોકોલ ફોલો કરીને ત્રણેય ફ્લાઇટનુ ઇમરજન્સી લેન્ડિંગ કરીને ચેકિંગ કરવામાં આવ્યુ.

ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી મળી છે, પરંતુ આ વખતે એક સાથે 3 વિમાનોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે. ઇમેલ હૈદરાબાદ એરપોર્ટની કસ્ટમર સર્વિસ ઇમેલ આઇડી પર આવ્યો છે.જેને વાંચતા જ એરપોર્ટ સ્ટાફ એક્શન મોડમાં આવી ગયો હતો. ઇમરજન્સીની જાહેરાત કરીને એરપોર્ટ પર લેન્ડ થનારી 3 ફ્લાઇટ્સના પાયલોટને એલર્ટ કરી દેવામાં આવ્યા. તો બીજી તરફ રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો. આ વચ્ચે 3 ફ્લાઇટ્સનુ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ.
જે ફલાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કન્નૂરથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટ 6E 7178, જેને રાત્રે 10.50 કલાકે એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી. બીજી ફ્લાઇટ ફ્રેંકફર્ટથી હૈદરાબાદ આવી રહેલી LH 752 જેને 8 ડિસેમ્બરની સવારે 2 કલાકે એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યુ. તો ત્રીજી ફ્લાઇટ હિર્થોથી હૈદરાબાદ આવી રહી હતી BA 277 હતી, જેને 8 ડિસેમ્બરની સવારે 5.30 કલાકે લેન્ડ કરાવવામાં આવી.


