HomeIndiaNational : 75 મ્યૂટેશનની સાથે આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ!

National : 75 મ્યૂટેશનની સાથે આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ!

આ વેરિયન્ટ પ્રથમ વખત નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા માં જોવા મળ્યો હતો. આ ઓમિક્રોન જેવા પહેલા વેરિયન્ટોથી અલગ છે અને ઈમ્યુનિટી સામે થોડું રક્ષણ મેળવવાની ક્ષમતા ધરાવે છે.

લોકો માનવા લાગ્યા હતા કે કોરોનાની મહામારી ધીમે ધીમે બધા વિસ્તારોમાંથી ખતમ થઈ રહી છે. લોકો હવે ડર વગર બહાર જઈ રહ્યા હતા, માસ્કનો ઉપયોગ પણ બંધ થઈ ગયો હતો અને હોસ્પિટલોમાં ભીડ ઘટી ગઈ હતી. પરંતુ હવે નવા કોવિડ વેરિયન્ટના સમાચારે ફરી લોકોમાં ચિંતા ઉભી કરી છે. આ નવા વેરિયન્ટમાં સ્પાઈક પ્રોટીનમાં લગભગ 70 થી 75 મ્યૂટેશન્સ જોવા મળી છે, જે વાયરસને શરીરના કોષોમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે.

આ વેરિયન્ટ પ્રથમ વખત નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા માં જોવા મળ્યો હતો. આ ઓમિક્રોન જેવા પહેલા વેરિયન્ટોથી અલગ છે અને ઈમ્યુનિટી સામે થોડું રક્ષણ મેળવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે, જો તમને વેક્સિન મળી છે અથવા પહેલાં કોરોના થયો હતો, તો પણ સંક્રમણ થવાની શક્યતા રહી શકે છે. નિષ્ણાંતો કહે છે કે ઘણાને હાઈબ્રિડ ઈમ્યુનિટી મળી ચૂકી છે, અને સારવાર પદ્ધતિઓ પણ અત્યાર સુધી વધુ સારી થઈ ગઈ છે. મોટાભાગના દર્દીઓમાં લક્ષણો હળવા અથવા મધ્યમ હોઈ શકે છે જેમ કે તાવ, કફ, થાક, શરીરમાં દુખાવો અને નબળાઈ. મોટાભાગના લોકો ઘરે આરામ અને સામાન્ય સારવારથી સારું થઈ શકે છે.

ઉંમર લાયક લોકો, પૂર્વ બીમારી ધરાવતા (જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ), ગર્ભવતી મહિલાઓ અને ઈમ્યુનિટી નબળી હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. સાવચેતી તરીકે વેક્સીન અને બૂસ્ટર ડોઝ લેવા, લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો અને ભીડવાળી જગ્યાઓમાં માસ્ક પહેરવું અગત્યનું છે. કોરોનાને હવે એન્ડેમિક માનવામાં આવે છે, એટલે તે ફલૂની જેમ સમયાંતરે વધી શકે અને ઘટી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments