HomeIndiaNational : DRIની નવી મુંબઈમાં મોટી કાર્યવાહી, 9.25 કરોડના ચીની વોકી-ટોકી કર્યા...

National : DRIની નવી મુંબઈમાં મોટી કાર્યવાહી, 9.25 કરોડના ચીની વોકી-ટોકી કર્યા જપ્ત

શનિવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદન મુજબ મુંબઈની બે ફર્મના માલિક એક પિતા-પુત્રની જોડીએ કોઈ પરવાનગી વગર આ સામાન ઈમ્પોર્ટ કરાવ્યો હતો. ત્યારે તેમને કસ્ટમ્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી લીધી છે.

DRIએ નવી મુંબઈના ન્હાવા શેવા બંદર પર 11,060 પ્રતિબંધિત વોકી-ટોકી સેટ અને સેકન્ડ હેન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જપ્ત કરી છે. જેની કૂલ કિંમત 9.25 કરોડ રૂપિયા છે. આ વાતની જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે.શનિવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદન મુજબ મુંબઈની બે ફર્મના માલિક એક પિતા-પુત્રની જોડીએ કોઈ પરવાનગી વગર આ સામાન ઈમ્પોર્ટ કરાવ્યો હતો. ત્યારે તેમને કસ્ટમ્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરી લીધી છે. વિશેષ ગુપ્ત જાણકારીના આધાર પર DRI અધિકારીઓની એક ટીમે 2.5 કરોડ રૂપિયાના વોકી-ટોકી અને 6.75 કરોડ રૂપિયાના સેકન્ડ-હેન્ડ HDDSને જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રતિબંધિત સામાનોને 21 કરોડ રૂપિયાના અન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની વચ્ચે છુપાડીને રાખવામાં આવ્યા હતા. ચીનથી મોકલવામાં આવેલા 8 કન્ટેનરમાં આવેલા 30.25 કરોડ રૂપિયાના સમગ્ર માલને ખોટી જાહેરાતના આરોપમાં જપ્ત કરી લેવામાં આવ્યો.

સાથે જ આ પ્રકારના વોકી-ટોકીને DOT દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલા છે, કારણ કે તે ફ્રિકવન્સીની બહાર કામ કરે છે અને તેનો ઉપયોગ અનધિકૃત સંદેશાવ્યવહાર માટે કરવામાં આવે છે. જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ ઉભું થાય છે. આ ઉપકરણો માટે વિશેષ લાયસન્સની જરૂર હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments