HomeIndiaNational : Eid-ul-Fitr 2026: દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઈદની ઉજવણી, PM...

National : Eid-ul-Fitr 2026: દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઈદની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભકામના

દેશભરમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી! એક મહિનાના પવિત્ર રમઝાન બાદ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી છે

આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્ર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. એક મહિનાના ઉપવાસ પછી, લોકો મસ્જિદોમાં નમાઝ અદા કરે છે, એકબીજાને ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે. મસ્જિદો અને ઈદગાહમાં ઈદની નમાઝનો સમય પહેલાથી જ નક્કી થઈ ગયો છે. ઈદનો દિવસ “ઈદ નમાઝ” નામની ખાસ નમાઝથી શરૂ થાય છે, જે ખુલ્લી જગ્યાઓ અથવા મસ્જિદોમાં અદા કરવામાં આવે છે. નમાઝ પછી, લોકો એકબીજાને ગળે લગાવે છે અને ઈદ મુબારક કહે છે. પીએમ મોદીએ ઇદ તહેવારની શુભકામના પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદના અવસર પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ તહેવાર ભાઈચારો અને માનવતાને વધુ મજબૂત બનાવે છે. સૌને ખુશી અને સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા તેમણે ઈદ મુબારક પાઠવ્યા. તેમણે નવરોઝના ખાસ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી. તેમણે કહ્યું કે આ વર્ષ સૌ માટે ખુશી અને સમૃદ્ધિ લાવે, સૌ સ્વસ્થ રહે અને તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય.

દેશભરમાં ઇદ તહેવારની ઉજવણીને લઈને સુરક્ષા રાખવામાં આવી રહી છે. સવંદેનશીલ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ટાળવા ખાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ઈદ માટે સમગ્ર નવી દિલ્હીમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવાની પણ અપીલ કરી છે.

સમગ્ર મુસ્લિમ સમુદાય આખું વર્ષ ઈદની રાહ જુએ છે. પવિત્ર રમઝાન મહિનાના અંતે ઇદનો તહેવાર ઉજવવામાં આવે છે, જે આખા મહિના માટે ઉપવાસ દ્વારા ચિહ્નિત થયેલ છે, તે આનંદ અને ભાઈચારોનો દિવસ છે, જ્યાં લોકો તેમની ખુશીઓ વહેંચવા માટે ભેગા થાય છે. ઇદ તહેવારનું મુસ્લિમ સમુદાય ખૂબ મહત્વ છે. આ દિવસે નવા કપડાં પહેરવાનો રિવાજ છે, અને દરેક ઘરમાં ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસની ખુશીઓ ફક્ત પોતાના પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક સભ્યનો સમાવેશ થાય છે. ઈદ ગરીબો અને જરૂરિયાતમંદોને કરુણા અને સહાયનો સંદેશ પણ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments