gucci બ્રાન્ડને લઈને સોશિયલ મીડિયામાં ચોંકાવનારો દાવો વાયરલ થયો છે, અમીર લોકોના બાળકો માટે પ્રીમિયમ ડાયપર લોન્ચ કર્યા છે, જેના એક પેકની કિંમત આશરે 50 હજાર રૂપિયા બતાવી છે.
વાયરલ પોસ્ટ્સમાં બતાવવામાં આવ્યું છે કે સાત ડાયપરના પેકની કિંમત લગભગ 500 ડોલર છે, એટલે કે એક ડાયપરનો ભાવ લગભગ 7 હજાર રૂપિયા થાય છે. સામાન્ય રીતે બજારમાં મળતા ડાયપર 10થી 25 રૂપિયામાં મળે છે, ત્યારે આ દાવો લોકોને અવિશ્વસનીય લાગ્યો. તો ઘણા યુઝર્સે મજાકમાં લખ્યું કે “શું આ ડાયપર પહેરવાથી બાળકો રડવાનું બંધ કરી દેશે.” “આટલી તો અમારી CTC હોય છે” તો અન્ય એક યુઝર્સે કહ્યું “એક ડાયપરની કિંમતમાં અમારા આખા મહિનાનો ખર્ચ નીકળી જાય”આ ડાયપર વિશે વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે તેમાં ઓર્ગેનિક કોટન, સોફ્ટ મેમરી ફોમ અને એન્ટી-બેક્ટેરિયલ લેયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બાળકની સ્કિનને સુરક્ષિત રાખે છે. સાથે જ, આ ડાયપર બાયોડિગ્રેડેબલ હોવાનું પણ દાવો કરવામાં આવ્યો, એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય તેવું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રોડક્ટને પ્રીમિયમ લક્ઝરી બોક્સમાં પેક કરવામાં આવે છે, જે તેની ખાસિયત વધારવાનું કામ કરે છે.

પરંતુ આ સમગ્ર દાવાની સચ્ચાઈ કંઈક અલગ જ છે. ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું કે Gucciએ આવા કોઈ ડાયપર સત્તાવાર રીતે લોન્ચ કર્યા નથી. આ સમગ્ર વાત સોશિયલ મીડિયા પર ફેલાયેલા એક વાયરલ મીમનો ભાગ છે, જેને લોકો સાચું માનીને શેર કરી રહ્યા છે.હકીકતમાં, Gucci બેબી ડાયપર નહીં પરંતુ ડાયપર બેગ જેવી લક્ઝરી વસ્તુઓ વેચે છે, જેના ભાવ પણ ઊંચા હોય છે. પરંતુ ડાયપર લોન્ચ કરવાની વાત સંપૂર્ણપણે ભ્રામક અને ખોટી સાબિત થઈ છે.
સોશિયલ મીડિયા પર દેખાતી દરેક માહિતી સાચી નથી હોતી. કોઈ પણ સમાચાર કે દાવા પર વિશ્વાસ કરતા પહેલા તેની સાચાઈ તપાસવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝને લઈને ફેલાતી અફવાઓ ઘણીવાર ભ્રમ ફેલાવવાનું કામ કરે છે.આ વાયરલ દાવાએ ભલે લોકોને મનોરંજન આપ્યું હોય, પરંતુ સાથે જ ડિજિટલ યુગમાં માહિતીની સાચી-ખોટી વચ્ચે ફરક સમજવાનો સંદેશ પણ આપ્યો છે.


