સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. બંને ગૃહોમાં SIR, Fvm અને વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થવાને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજેપી સાંસદ કંગના રનૌતે વિપક્ષના ઇવીએમ હેક કરવાના આરોપને લઇને બરાબર વળતો જવાબ આપ્યો છે.

કંગના રનૌતે કહ્યું કે કોંગ્રેસના લોકો તમે એ સમજી શકતા નથી કે પીએમ નરેન્દ્ર મોદી ઇવીએમ હેક નથી કરતા લોકોના દિલ હેક કરે છે. કંગના રનૌતે કહ્યું કે વિપક્ષે ગૃહને કામ કરવા દીધું નહીં અને તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કર્યો.
તો આ પહેલા જ હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધીની જર્મની મુલાકાત અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીની મુલાકાતોનો હિસાબ રાખતી નથી, કે હું તેમના વિશે કોઈ સમાચાર વાંચતી નથી. તેમના સમાચાર હંમેશા નકામા હોય છે. દરેકને સ્પષ્ટ છે કે તેમનો પક્ષ કેમ તૂટી ગયો છે. હું આવા વ્યક્તિ પર ટિપ્પણી કરવા માંગતી નથી, કારણ કે તમે જાણો છો કે તેની પાસે હિંમત જ નથી.
કંગનાએ કહ્યું કે આ લોકો ચૂંટણી કરાવવા, બેલેટ પેપર પર મતદાન કરવા માટે જૂના જમાનાની, રૂઢિચુસ્ત પદ્ધતિઓની હિમાયત કરી રહ્યા છે. તમે બધા ઇન્દિરા ગાંધી અને રાજ નારાયણ કેસ ભૂલી ગયા છો. તે કેસ ઇતિહાસમાં કોતરાયેલો છે. મેં તેના પર એક ફિલ્મ પણ બનાવી છે. રાજ નારાયણ કેસમાં પણ મત ચોરી અને મતની હેરાફેરી થઈ હતી. આ કેસમાં એક સામાન્ય વ્યક્તિ તત્કાલીન વડા પ્રધાન સામે કોર્ટમાં ગયો, અને ઇન્દિરા ગાંધીની મત ચોરીનો પર્દાફાશ થયો.