નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટ (UGC NET) ડિસેમ્બર સેશનનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટ (UGC NET) ડિસેમ્બર સેશનનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ હજારો ઉમેદવારો માટે કરિયરના અનેક નવા રસ્તાઓ ખૂલી ગયા છે. આ સત્રમાં 5108 ઉમેદવારોએ JRF અને આસિસ્ટન્ટ પ્રોફેસર બંને માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે 54,713 ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી પ્રવેશ માટે સફળ જાહેર થયા છે.

જે ઉમેદવારો શૈક્ષણિક ક્ષેત્રે સંશોધન (Research) કરવા માંગે છે તેમના માટે JRF (Junior Research Fellowship) શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્ટાઇપેન્ડ: JRF પાસ કરનારને પીએચડી દરમિયાન દર મહિને આશરે રૂ.37,000 સ્ટાઇપેન્ડ મળે છે. SRF: બે વર્ષના સંશોધન બાદ ઉમેદવાર SRF (Senior Research Fellowship) માટે પાત્ર બને છે, જેમાં આગામી ત્રણ વર્ષ માટે દર મહિને આશરે રૂ.42,000ની સહાય મળે છે. કન્ટિજન્સી ગ્રાન્ટ: સ્ટાઇપેન્ડ ઉપરાંત સંશોધન માટે વાર્ષિક રૂ.10,000થી રૂ.25,000 સુધીની વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.
યુજીસી નેટ પાસ કર્યા પછી ઉમેદવારો માટે માત્ર સંશોધન જ નહીં, પણ રોજગારીના અન્ય માર્ગો પણ છે: આસિસ્ટન્ટ પ્રોફેસર: દેશની નામાંકિત કોલેજો અને યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કે લેક્ચરર તરીકે જોડાઈ શકાય છે. સરકારી સંસ્થાઓમાં શરૂઆતી પગાર રૂ.57,000થી લઈને રૂ.1 લાખ સુધી હોઈ શકે છે. જાહેર ક્ષેત્રના એકમો (PSU): ONGC, NTPC, IOCL અને BHEL જેવી મોટી સરકારી કંપનીઓ નેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપે છે. સંશોધન સંસ્થાઓ: ક્વોલિફાઈડ ઉમેદવારો CSIR, DRDO, ICMR અને ICAR જેવી સંસ્થાઓમાં રિસર્ચ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે.


