HomeIndiaNational : Womens Reservation Billને લઈને ભાજપ થયું એક્ટિવ, સાંસદોને મોકલ્યું વ્હીપ,...

National : Womens Reservation Billને લઈને ભાજપ થયું એક્ટિવ, સાંસદોને મોકલ્યું વ્હીપ, જાણો કારણ

ભાજપે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના પોતાના સભ્યોને 3 લાઈનનું વ્હીપ જાહેર કરીને 16, 17, અને 18 એપ્રિલે ગૃહમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો છે. સાંસદોને આ વ્હીપનું કડકાઈથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

સંસદનું બજેટ સત્ર 2 એપ્રિલ સુધી ચાલવાની હતી, 2 એપ્રિલે કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત થવાની હતી, જો કે એવું થયું નહીં. સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્ય મંત્રી તરફથી મળેલા અનુરોધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણે ફરીથી બેસીશું. તેમને કાર્યવાહી 16 એપ્રિલ સુધી કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હવે 16 એપ્રિલની તારીખ નજીક આવી ગઈ છે. NDA આગેવાની કરી રહી છે અને ભાજપ એક્ટિવ થઈ ચૂક્યું છે.

ભાજપે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના પોતાના સભ્યોને 3 લાઈનનું વ્હીપ જાહેર કરીને 16, 17, અને 18 એપ્રિલે ગૃહમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો છે. સાંસદોને આ વ્હીપનું કડકાઈથી પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટી તરફથી જાહેર વ્હીપ મુજબ તમામ સાંસદોને ગૃહમાં હાજરી સુનિશ્ચિત કરાવવી પડશે. ભાજપ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ 3 દિવસ દરમિયાન કોઈ પણ સાંસદને કોઈ પણ પ્રકારની રજા આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર મહિલા આરક્ષણ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ લાવશે. બંધારણમાં સંશોધન પ્રસ્તાવ પણ આવશે. જેને પાસ કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતની જરૂર હોય છે, ત્યારે ભાજપે હવે આ બિલ પાસ કરાવવા માટે કમર કસી લીધી છે.

વિપક્ષી પાર્ટીઓની માગ છે કે સરકાર સીમાંકન જેવા મુદ્દાઓ પર સ્થિતિ સ્પષ્ટ કરે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મહિલા અનામત બિલ અને સીમાંકન જેવા બંધારણ સંશોધન પર ચર્ચા માટે સર્વદળીય બેઠક બોલાવવાની માગ કરી હતી. વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર બેઠક બોલાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments