HomeGujaratNavsari : જ્વેલર્સ પર ફાયરિંગ કરનારી ગેંગ ઝડપાઈ, લૂંટ કરી કપડાં બદલી...

Navsari : જ્વેલર્સ પર ફાયરિંગ કરનારી ગેંગ ઝડપાઈ, લૂંટ કરી કપડાં બદલી ભાગેલા 3 લૂંટારાઓને LCBએ દબોચ્યા

નવસારી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના પ્રયાસની સનસનાટીભરી ઘટનામાં નવસારી પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી, ફાયરિંગ કરીને નાસી છૂટેલા ત્રણ રીઢા લૂંટારાઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય લૂંટારાઓ વલસાડ શહેરના રહેવાસી છે.

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ લૂંટારાઓએ પહેલા જ્વેલર્સ શોરૂમની વ્યવસ્થિત રેકી કરી હતી અને ત્યારબાદ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ શખ્સોએ ફાયરિંગ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેઓ ભાગી છૂટ્યા હતા.આરોપીઓ અત્યંત શાતિર હતા. ગુનાને અંજામ આપ્યા બાદ તેઓ ચીખલી નજીક પોતાની કાર ત્યજી દીધી હતી અને પોલીસની ઓળખથી બચવા માટે પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. કપડાં બદલીને તેઓ અલગ-અલગ માધ્યમો દ્વારા વલસાડ તરફ ભાગી રહ્યા હતા.

નવસારી LCB અને સ્થાનિક પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટારાઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે ચોકસાઈપૂર્વક જાળ બિછાવી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો તેમજ અન્ય સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ સફળતા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments