E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratPALANPUR : દુષ્કર્મનો આરોપી ડિફેન્સ એકેડેમી સંચાલક દ્વારકાથી ઝડપાયો

PALANPUR : દુષ્કર્મનો આરોપી ડિફેન્સ એકેડેમી સંચાલક દ્વારકાથી ઝડપાયો

બનાસકાંઠાના પાલનપુરમાં એક દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી પોલીસ અને આર્મીની નોકરીની ટ્રેનિંગ માટે એકેડેમીમાં આવી હતી.

આરોપી સંચાલક પ્રવીણ કાંગશીયાએ યુવતીને ફસાવી હતી. યુવતીને પાસ કરાવી દેવાની લાલચ આવીને તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો. જે દ્વારકાથી ઝડપી લેવાયો છે.

પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતીનો ફાયદો ઉઠવ્યો હતો. સંચાલક પ્રવીણ કાંગશિયાએ ટ્રેનિગ માટે આવેલી યુવતીનો બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો.જે મામલે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.તો આરોપી આરોપી કાંગશીયા સામે અગાઉ છેડતી તેમજ પોસ્કો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે.

પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી ડિફેન્સ એકેડેમી સંચાલકની શોધખોળ હાથ ધરી હતી. જે મામલે પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી. પાલનપુર પૂર્વ પોલીસે આરોપી સંચાલ પ્રવીણ કાંગશીયાની દ્વારકાથી અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી હતી.યુવતીની ફરિયાદ મુજબ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુની કાર્યવાહી કરવામાં આવશે. તો અમરેલીમાં પણ 2 પોલીસકર્મીઓએ એક 14 વર્ષીય સગીરા અને 30 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે મામલે અમરેલી પોલીસે આરોપી પોલીસકર્મીની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી.તેમજ ખેડા જિલ્લાના પુનાજ ગામે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments