ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં માતાજીના દર્શને આવેલા યુવકને ડુંગર પર અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતો યુવાન ખીણમાં પડ્યો હતો. અચાનક જ યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો.
ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં માતાજીના દર્શને આવેલા યુવકને ડુંગર પર અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. મંદિરે માતાજીના દર્શન કરવા માટે જતો યુવાન ખીણમાં પડ્યો હતો. અચાનક જ યુવકને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. તાત્કાલિક આ યુવકનું રેસક્યૂ કરી તેને સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન વડતાલનો 24 વર્ષનો યુવક તુષાર માતાજીના દર્શને પાવાગઢ આવ્યો હતો. ડુંગર ચઢીને માતાજીના દર્શન કરવા જતી વખતે અસહ્ય તાપને કારણે તેને ચક્કર આવ્યા હતાં. આ દરમિયાન તે ઢળી પડ્યો અને ખીણમાં ખાબક્યો હતો. તુષારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેનું તાત્કાલિક રેસ્કયૂ ઓપરેશન કરી તાત્કાલિક સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


