HomeGujaratPatan : ખોખરવાડમાં આઠ વર્ષના બાળકને ધૂણવા બેસાડ્યો, UGVCLના કર્મચારી જગદીશ ગોસ્વામીએ...

Patan : ખોખરવાડમાં આઠ વર્ષના બાળકને ધૂણવા બેસાડ્યો, UGVCLના કર્મચારી જગદીશ ગોસ્વામીએ ગીતો લલકાર્યા

પાટણમાં અંધશ્રદ્ધાને નામે ધતિંગ થતાં હોય તેવો બનાવ સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળતા નથી તેનો તાજો દાખલો પાટણમાં જોવા મળ્યો છે. જેની ઉંમર હજી રમવાની છે તે બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે.

પાટણમાં અંધશ્રદ્ધાને નામે ધતિંગ થતાં હોય તેવો બનાવ સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળતા નથી તેનો તાજો દાખલો પાટણમાં જોવા મળ્યો છે. જેની ઉંમર હજી રમવાની છે તે બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે. ભણવાની ઉંમરે બાળક ધૂણતો હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે. આ બાળક જ્યારે ધૂણી રહ્યો હતો ત્યારે UGVCLના કર્મચારી જગદીશ ગૌસ્વામી ગીતો લલકારતા દેખાયા હતાં.

પાટણના ખોખરવાડા વિસ્તારમાં ભૂવા ધૂણી રહ્યા હતાં. આ દરમિયાન ભણવાની અને રમવાની ઉંમર ધરાવતો એક બાળક પણ ધૂણી રહ્યો હતો. આ બાળકના માથા પર કેટલાક લોકો ફૂલ વરસાવી રહ્યા હતાં. નાના બાળકનો ધૂણતો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે. બાળકના માતા પિતા સામે પણ લોકો આંગળી ચિંધીને સવાલો કરી રહ્યાં છે. માતા પિતા આજના આધુનિક યુગમાં પણ બાળકને અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.

ખોખરવાડમાં આઠ વર્ષના બાળકને ભૂવાઓ વચ્ચે ધૂણવા બેસાડવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં UGVCLના કર્મચારી જ ગીતો ગાતા દેખાયા છે. થોડા સમય પહેલા જેઓ લાઈટ બિલ ભરવા માટે ગીતો ગાઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરતા હતાં તે UGVCLના કર્મચારી જગદીશ ગૌસ્વામી આ બાળક ધૂણતો હતો અને ગીતો ગાઈ રહ્યા હતાં. તેઓ ગીતો ગાતા રહ્યા અને બાળક ધૂણતો હતો. સરકારી કર્મચારીની હાજરીમાં જ આ પ્રકારની અંધશ્રદ્ધા વાયુવેગે વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments